આઇપીઓ એલઆઇસી ભારતીય શેરબજારમાં બજારમૂલ્યની રીતે ટોચની દસ કંપનીઓમાં સ્થાન પામી છે. તે પાંચમાં ક્રમે છે. જ્યારે બજાજ ફાઇનાન્સ ટોપ ટેનમાંથી બહાર નીકળી ગઈ છે. આ યાદીમાં રિલાયન્સ ટોચ પર છે અને એરટેલ દસમા ક્રમે છે.
1.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ બજારમૂલ્યની રીતે દેશની સૌથી ટોચની કંપની છે. તેનું બજારમૂલ્ય 17,06,655.36 લાખ કરોડ છે.
2.ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ



દેશની અગ્રણી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ) બજારમૂલ્યની રીતે દેશની બીજા નંબરની કંપની છે. તેનું મૂલ્ય 12,65,922 કરોડ છે.
3.HDFC બેન્ક



એચડીએફસી બેન્ક દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કમાં એક છે. રિટેલ બેન્કિંગ સેક્ટરમાં શાનદાર દેખાવ દ્વારા પણ બજારના ન ખેડાયેલા ક્ષેત્રમાં શાનદાર વૃદ્ધિ નોંધાવી તેણે એચડીએફસી બેન્કને પણ પાછળ પાડી દીધી છે. તેનું બજારમૂલ્ય 7,30,408.27 કરોડ છે.
4.ઇન્ફોસિસ



આઇટી જાયન્ટ ઇન્ફોસિસે આઇટી માર્કેટમાં જબરજસ્ત કાઠુ કાઢીને વિશ્વસ્તરનું કામ બજાવ્યું છે. આજે તેનું બજારમૂલ્ય 6,39,068.71 કરોડ છે.
5.લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન



નબળા લિસ્ટિંગ છતાં પણ એલઆઇસી ભારતમાં બજારમૂલ્યની રીતે ટોચના પાંચમાં બિરાજે છે. તેનું બજારમૂલ્ય 5,56,251.92 કરોડ છે.
6.હિંદુસ્તાન યુનિલિવર



હિંદુસ્તાન યુનિલિવર દેશની અગ્રણી એફએમસીજી કંપની છે. તેનું બજારમૂલ્ય 5,34,261.81 કરોડ છે.
7.ICICI બેન્ક



ખાનગી ક્ષેત્રની બીજા નંબરની ટોચની બેન્ક ICICI બેન્ક આગેવાન બેન્કોમાં સ્થાન પામે છે. તેનું બજારમૂલ્ય 4,91,327 કરોડ છે.
8 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા



જાહેર ક્ષેત્રની બેન્ક ભલે બજારમૂલ્યમાં પાછળ પડી પણ એક સમયની અગ્રણી બેન્ક હજી પણ ટોપ ટેનમાં છે. તેનું બજારમૂલ્ય 4,12,629.41 કરોડ છે.
9.HDFC



મુંબઈ સ્થિત ફાઇનાન્સિયલ સર્વિસ જાયન્ટ હાઉસિંગ સેક્ટરમાં ઘણુ મોટું નામ ધરાવે છે. એક સમયે આ સરકારી કંપની હતી. આજે આ કંપનીનું બજારમૂલ્ય 3,97,491.56 કરોડ છે.
10.ભારતી એરટેલ



ભારતના ટેલિકોમ જાયન્ટ ભારતી એરટેલનું બજારમૂલ્ય 3,86,834.36 કરોડ છે. ભારતની તે હાલમાં બીજા નંબરની કંપની છે.