આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતા: હવામાન વિભાગ

| Updated: January 22, 2022 9:25 pm

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 28 જાન્યુઆરી સુધી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. જેથી ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જશે. ત્યારે અમદાવાદમાં પારો 7 ડિગ્રી નીચે જાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી આગામી પાંચ દિવસ રાજયના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ ઠંડા પવનો ફુંકાવવાની શક્યતા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઘટી શકે છે. જો કે, અમદાવાદ અને ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાનની શક્યતા છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.

વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. તેમજ બેથી ત્રણ દિવસ ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે.

આ સાથે આગામી તારીખ 24 ના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ખેડૂતો આથી ચિંતામાં જોવા મળી રહ્યા છે કેમકે અનેકો વાર હવામાન વિભાગ દ્વારા આગાહી સાચી પડી છે અને તેને લઇને માવઠાની અસર જોવા મળી રહી છે. જો માવઠુ પડશે તો કેરીના પાકને નુકશાન થશે અને કોઇ ફાયદો નહી રહે અને તેની સાથે અનેક પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

Your email address will not be published.