બનાસકાંઠાની સરકારી હોસ્પિટલોમાં વહેલી સવારથી દર્દીઓની લાઇન, કોરોના વિસ્ફોટની શકયતા

| Updated: January 22, 2022 4:46 pm

બનાસકાંઠામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગ્રામીણ વિસ્તારની સરકારી હોસ્પિટલ હવે દર્દીઓથી ઊભરાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા સરકારી દવાખાનાઓમાં તાવ શરદી અને ખાંસી ના કેસોમાં ૩૦ ટકા જેટલો વધારો થતાં હોસ્પિટલો માં દર્દીઓની કતારો લાગી છે.

વિગતો એવી છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. સરકાર દ્વારા અનેક માર્ગદર્શિકાઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ કોરોના સંક્રમણ મહાનગર થી લઇ ગામડા સુધી વિસ્તર્યું છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સરકારી દવાખાનાઓમાં તાવ શરદી અને ખાંસીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારના લોકો સરકારી દવાખાનામાં ઈલાજ અર્થે કતાર બંધ જોવા મળે છે. આ દર્દીઓમાં સૌથી વધુ સંખ્યા તાવ શરદી અને ખાંસી ના લક્ષણોની છે. કોરોનામાં પણ આજ પ્રકારના લક્ષણો હોય છે ત્યારે વધતા તાવ શરદી ખાંસીના કેસને લઇને આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે. આરોગ્ય વિભાગ ઘરે ઘેર જઈને સર્વે કરવાની કામગીરી હાથધરી છે. વધતા તાવ શરદી ના કેસને લઈને એન્ટીજન ટેસ્ટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ માટેની કામગીરીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા – હરેશ ઠાકોર

Your email address will not be published.