છ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં જ 44 કરોડનો દારુ વેચાયો, આ આંકડા બે જ આંગડીયા પેઢીના, અન્યના બાકી

| Updated: July 29, 2022 9:05 pm

ગુજરાતમાં રોજનો કરોડોનો દારુ આવતો હોવાની પોલ ખુલી, આરોપીનો નાર્કો ટેસ્ટ અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી દ્વારા તપાસ

અમદાવાદ
ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલે એક મોટા ગજાના બુટલેગરને પકડીને ગુજરાતમાં રોજનો કરોડોનો ભારતીય ઇગ્લિંશ દારુ આવતો હોવાની દારુ બંધી વાળા રાજ્યની પોલ ખુલી ગઇ છે. પકડાયેલા નાગદાન અને વિનોદ વચ્ચે છેલ્લા છ મહિનામાં બે જ આંગડિયા પેઢીમાંથી 44 કરોડના વ્યવહારો મળ્યા છે. હજુ અનેક આગંડિયા પેઢીના હિસાબો તપાસવાનું બાકી છે. આરોપીના નાર્કોટેસ્ટથી કોણ-કોણ સંડોવાયેલું, ભ્રષ્ટાચારી અધિકારીને કેટલા પૈસા આપતો તે ખુલશે. મોબાઇલમાં મળેલા ઓડીયોની ચકાસણી કરી વોઇસ સ્પેકટ્રોગ્રાફી આધારે કોણ-કોણ પોલીસ સંડોવાયેલી છે તે પણ ખોલી દેવામાં આવશે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બુટલેગરને પકડીને 20 બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. રાજ્યના સૌથી મોટા વિનોદ સીંધી અને સુનિલ ઉર્ફે અદો સામે સીઆરપીસી કલમ 70 મુજબ વોરન્ટની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લીપ્ત રાયે જણાવ્યુ હતુ કે, નામચીન પ્રોહી બુટલેગર નાગદાન ગઢવીના ગુજરાતમાં 32 જેટલા ગુનામાં વોન્ટેડ હતો. તેની હરિયાણા ગુરુગ્રામ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તેની તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં દારુ કટીંગ મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ બનાવટી દસ્તાવેજો બન્યા હોવાનું પણ ખુલ્યું હતુ. જેથી તેને એફએસએલની મદદથી નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને તેની કાર્યવાહી હાથ ધરાઇ છે.
તપાસમાં નાગદાન પાસે મળેલા મોબાઇલ ફોનમાં અનેક આઇએમએફએલની આયાત, વહેંચણી અને વેચાણ અંગે કરેલી વાતચીતની ક્લીપો પણ મળી આવી હતી. વાતો કોની કોની સાથે થઇ છે તેના નામ મળ્યા છે પરંતુ તે મેચ કરવા માટે વોઇસ સ્પેકટ્રોગ્રાફિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી નાગદાન અને વિનોદ સિંધી, અદો સિંધી દ્વારા જે આંગડિયા પેઢીઓ પાસે પૈસાના વ્યવહાર કરવામાં આવ્યા છે તેના નામ ખુલ્યા છે. મોટી માત્રામાં આંગડિયા પેઢીના નામ ખુલ્યા છે. જોકે તેમાંતી ફક્ત પી. વિજય તથા કનુ કાંતિ નામની બે જ આંગિડાય પેઢીઓનો હાલ હિશાબ થઇ શક્યો છે તેમાં જ નાગદાન હઢવી દ્વારા 9 કરોડ અને અદો સિંધી તથા વિનોદ સિંધી દ્વારા 35 કરોડના વ્યવહારો કર્યા છે. આ વ્યવહારોની વિગતો સામે આવી ગઇ છે. નાગદાન અમદાવાદ જિલ્લાથી લઇ સૌરાષ્ટ્ર તરફના દારુ પહોચાડવાનું કામ કરતો હોવાથી આટલા કરોડના વ્યવહારો મળતા ચોકાવનારી વિગતો ખુલી છે. આ વ્યવહારો બુટલેગરો, અન્ય વ્યક્તિ એટલે કે તે વહિવટદાર પણ હોઇ શકે તેથી તેમના વ્યવહારો મળી આવ્યા છે. તેમના નામ અને મોબાઇલ નંબરોની વિગતો રેકર્ડ પર આવી છે. તે દિશામાં જીણવટભરી તપાસ ચાલી રહી છે. વધુમાં નાગદાન, વિનોદ અને તેના સબંધીત વ્યક્તિઓના 20 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ તપાસમાં અનેક એજન્સીઓના માણસો પણ સંડોવાયેલા હોવાની શંકા છે તેના કારણે જીણવટભરી તપાસ થઇ રહી છે.

પોલીસે વિનોદ સિંધી અને તેના સંપર્કમાં આવેલા અનેક શંકાસ્પદ વ્યક્તિઓ તથા અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં તેના સંપર્કના બુટલેગરોની માહિતી પણ મળી છે. જેમાં સાવન અને સોનું નામના શખસોનો સમાવેશ થાય છે.

ડાયરીએ અનેક અધિકારીઓના નામ ખોલ્યા, જિલ્લા અને સૌરાષ્ટ્રના નામ વધું
નાગદાન ગઢવી પાસે એખ લાલ ડાયરી મળી આવી છે. તેમાં અનેક હિસાબો હોવાનું બહાર આવ્યું છે. દારુના ધંધાને લઇને વેચાણ, અન્ય બુટલેગરોની યાદી, અન્ય અધિકારીઓ સાથેના નાણાકીય વ્યવહારો, તેના પોતાના નામે લખેલા હોવાનું બહાર આવ્યું છે અનેક વસ્તુઓ કોડ વર્ડમાં લખ્યા છે. તેની તપાસ ચાલી રીહ છે. હસ્તાક્ષર નિષ્ણાતના અભિપ્રાય પણ લેવાયા છે. જેમાં અમદાવાદ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક શંકાસ્પદ અધિકારીઓના નામ અને નાણાં સબંધીત હકીકતો લખેલી હોવાનું ખુલ્યું છે. જો આ ડાયરીના નામ આવે તો અનેક મોટા રહસ્યો ખુલે તેમ છે પરંતુ આવશે કે દબાઇ જશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું છે.

Your email address will not be published.