યુપી વિધાનસભા માટે ભાજપે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું, ગોરખપુરની બેઠક પરથી યોગી લડશે ચૂંટણી

| Updated: January 15, 2022 3:09 pm

યુપી વિધાનસભા માટે ભાજપે ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જોકે યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે તેવી અટકળો ખોટી પડી છે. સીએમ યોગી ગોરખપુરની બેઠક પરથી ચૂંટણીના જંગમાં ઉતરશે. જ્યારે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય પ્રયાગરાજની સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે.

આ પહેલા એવી ચર્ચા હતી કે, યોગી મથુરા અથવા અયોધ્યાથી ચૂંટણી લડશે. ભાજપે આજના લિસ્ટમાં પહેલા તબક્કાના 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને બીજા તબક્કાની ચૂંટણી માટેના 48 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ભાજપે કલ્યાણસિંહના પૌત્ર સંદીપ સિંહને તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહને પણ ટિકિટ આપી છે.

Your email address will not be published.