થોડા જ દિવસોમાં હવે તહેવારો નજીક આવી રહ્યા છે અને તેને લઇને હવે મેળાને તો મંજૂરી મળી ગઇ પરંતુ હવે મેળાને મોંઘવારીનું ગ્રહણ લાગી શકે છે.રાઇડના સંચાલકોએ ભાવમાં વધારો કરવાની કરી માંગણી કરી છે.
રાઇડના સંચાલકોએ ભાવ વધારો કરવાની માંગ કરી છે અને આ માંગ ડબલથી પણ વધુ ભાવ કરવાની કહેવામાં આવ્યું છે.17થી 21 ઓગસ્ટ સુધી મેળાનું આયોજન કરવામાં આવશે જેને લઇને 12 સમિતિની રચના પણ કરવામાં આવી છે.કોરોનાના કહેરને લઇને આયોજકોને મેળાની રોક લગાવી દેવામાં આવી હતી પરંતુ આ વખતે મંજૂરી આપતાની સાથે લાગે છે કે સંચાલકોને બે વર્ષનો ભાવ લઇ લેવો છે એક સાથે તેવી રીતે ડબલથી પણ ભાવ વધારાની માંગણી કરવામાં આવી છે.
તારીખ 17થી 21 ઓગસ્ટ સુધી એમ કુલ 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. 12 સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે વર્ષથી કોરોના કહેરના ગ્રહણને લઈને રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે મેળો યોજાવા જઇ રહ્યો છે જેમાં સંચાલકો દ્વારા યાંત્રિક રાઇડના ભાવમાં વધારો કરવાની માગ કરી છે.
રાઈડમાં 20 રૂપિયાને બદલે રૂપિયા 50 કરવા માગ કરવામાં આવી છે આ સાથે યાંત્રિક રાઈડમાં 30 રૂપિયાને બદલે 70 રૂપિયા કરવા માંગણી કરવામાં આવી છે.
પહેલાં અપસેટ પ્રાઈઝ 2 લાખ રખાઇ હતી અને હવે 3 રાખવામાં આવી છે.જેના કારણે ટિકિટના ભાવમાં વધારો થવો જોઇએ તેવી રજૂઆત કરી છે