સમીર પટેલના ઘરે સર્ચ, ન મળતા ફરાર જાહેર કરાયો, અન્ય એક ડિરેક્ટર પણ ફરાર, બે ડિરેક્ટર મળ્યા તો નોટીસ અપાઇ

| Updated: August 2, 2022 7:08 pm

અમદાવાદ અને બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં રાજકીય દબાણ હેઠળ પણ તપાસ તેજ બની રહી છે. મેથીનોલ જ્યાથી આવ્યું હતુ તે AMOS કંપનીના ચારે ડિરેક્ટરના ઘરે મંગળવારે સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સમીર પટેલ ન મળતા તેના વિરુધ્ધમાં લૂક આઉટ નોટીસ જારી કરાઇ છે. ત્યારે રજીત ચોક્સી પણ ઘરે મળી આવ્યા ન હતા. ચંદુ પટેલ અને પંકજ પટેલ મળી આવતા તેમને બરવાળા પોલીસ સ્ટેસન આવવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. સમીર પટેલ વધુ સમય ફરાર રહેશે તો તેની મિલકત જપ્તી માટે પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ પોલીસે જણાવ્યું હતું.

લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ઉર્ફ રાજુએ કોર્ટ સમક્ષ ગુનાની કબૂલાત કરી લીધી છે. તે AMOS કંપનીમાંથી કેમિકલ લઈને આવ્યો હોવાની પણ કબૂલાત CRPC 164 મુજબ કરી છે. આ કંપનીના ડિરેક્ટરોને તપાસ ટીમે સમન્સ આપ્યા છે. મંગળવારે વહેલી સવારે પોલીસે સમીર પટેલ અને રજીત ચોક્સીના ઘરે સર્ચ કર્યું હતું. અન્ય બે ડિરેક્ટરો મળી આવ્યા હતા તેથી તેમને સમન્સ આપી પોલીસ સ્ટેશન જવાબ લખાવવા માટે બોલાવ્યા છે.

એસએમસીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યુ હતુ કે, સમીર પટેલને ફરાર જાહેર કરાયો છે. તે દેશ છોડીને ભાગી ન જાય તે માટે લૂંક આઉટ નોટીસ જારી કરાઇ છે. તેમને અત્યાર સુધીમાં બે સમન્સ આપી દેવાયા છે હવે સર્ચ થઇ જતા ત્રીજુ સમન્સ આપવાની જરુર નથી. તે ફરાર જાહેર થઇ ગયા છે. તેમની શોધખોળ માટે ટીમો બનાવવામાં આવી છે.

કેમિકલકાંડમાં AMOS કંપનીના 4 સંચાલક સામે પગલાં લેવાની તૈયારી કરાઇ છે. આ કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતાં પોલીસ સ્ટેશન હાજર રહેવા સુચના અપાઇ હતી પરંતુ સમીર અને રજીત ચોક્સી આવ્યા નથી. ચંદુ પટેલ અને પંકજ પટેલે હાજર રહેવા મંજુરી બતાવી છે. તમામના નિવેદન નિર્લિપ્ત રાયની હાજરીમાં નોધાશે. તેવામાં આ કંપનીનું લાઇસન્સ પણ રિન્યુ ન થયું હોવાનું બહાર આવ્યું છે. જેમાં નશાબંધી વિભાગના કર્મચારીઓની ભુમિકા પણ શંકાસ્પદ હોવાથી તેમની પણ તપાસ હાથ ધરાઇ છે. નિમય મૂજબ મીથેનોલની તમામ ગતિવીધી પર નશાબંધી વિભાગે પણ નજર રાખવાની હોય છે.

કોણ છે સમીર પટેલ

પીપળજની AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ ઘરોબો ધરાવે છે. સમીર પટેલ જે બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાઇસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે અમદાવાદના પીપળજમાં ગેરકાયદે કેમિકલનો ધંધો ચાલે છે. અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતા જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બૂટલેગરોને આપી હતી. એ બાદમાં એમાં પાણીનું મિશ્રણ કરી બૂટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતા હતા, જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં, પણ કેમિકલકાંડ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Your email address will not be published.