લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલ સામે લુકાઆઉટ નોટિસ જાહેર, પોલીસે AMOS કંપનીના ડિરેક્ટર્સને સમન્સ પાઠવ્યું

| Updated: August 2, 2022 2:25 pm

બરવાળા લઠ્ઠાકાંડના ઓરપી સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તો બરવાળા પોલીસે AMOS કંપનીના ડિરેક્ટર્સને પણ સમન્સ પાઠવ્યું છે. હાલ SIT દ્વારા ચારેય ડિરેક્ટરનાં નિવાસસ્થાને તપાસ શરુ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન બે ડિરેક્ટર મળી આવ્યા હતા. બંને ડિરેક્ટર ચંદુ પટેલ અને પંકજ પટેલને હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે.

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં આરોપી સમીર પટેલ કેટલાય દિવસથી પોલીસને ચકમો આપી ફરી રહ્યો હતો. જો કે તેની પાછળ રાજકીય રાજકીય બેગ્રાઉન્ડ હોવાની વાતો પણ સામે આવી હતી. એવા સમયે સમીર પટેલ જો દેશ છોડીને ભાગી જાય તો આ સમગ્ર તપાસ અટકી જાય તેમ છે. આ તપાસનું હાલ સુપરવિઝન નિર્લિપ્ત રાયના હાથમાં છે. આરોપી સમીર પટેલ પોતાના મળતિયાઓની સાથે મળીને ગમે તે સમયે દેશ છોડીને ભાગી જઈ શકે છે, જેથી તે ભારતના કોઈપણ એરપોર્ટથી ભાગે નહીં એ માટે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવી છે.

કેમિકલકાંડમાં AMOS કંપનીના 4 સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. કંપનીના સમીર પટેલ, પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને બરવાળા પોલીસ સ્ટેશન હાજર થવું પડશે અને તેમનું નિવેદન સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે. AMOS કંપનીએ લાઇસન્સ રિન્યુ કરાવ્યું નથી. અમદાવાદના નજીક આવેલી પીપળજની AMOS કંપનીમાંથી મોટી માત્રામાં મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું.

AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારાએવા સંબંધ છે. સમીર પટેલ, જે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાઇસન્સ રિન્યુ નથી કર્યું.

Your email address will not be published.