લૂંટેરી દુલ્હનઃ મહીસાગરનો લગ્નોત્સુક યુવાન દોઢ લાખમાં લૂંટાયો

| Updated: May 16, 2022 2:15 pm

મધ્યપ્રદેશની બડવાની પોલીસે લૂટેરી દુલ્હનની ગેંગ પકડી

બોડેલીઃ રાજ્યના લગ્નોત્સુક યુવાનોની માઠી દશા બેઠી લાગે છે. એકબાજુએ લગ્ન થતા નથી અને નાણા આપીને લગ્ન કરવા જાય તો પણ લૂંટાય છે. મહીસાગરના યુવાનને મધ્યપ્રદેશની લુટેરી દુલ્હન દ્વારા લૂંટવામાં આવ્યો છે. ગુજરાતના સંતરામપુરના વતની અર્જુન ડામોર આવી જ લુંટેરી દુલ્હનનો ભોગ બન્યા છે. દોઢ લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા બાદ લુંટેરી દુલ્હન લગ્નના આઠ જ દિવસમાં ભાગી ગઈ.

મહીસાગરના સંતરામપુરના રહેવાસી અર્જુનસિંહ ડામોરના લગ્ન થતા ન હતા. તે સમયે શર્માજીના નામથી ઓળખાતા કુક્સી માતરના શર્માજીએ તેમના લગ્નની જવાબદારી લીધી હતી. કુક્સીના માતરના શર્માજીના નામથી ઓળખાય છે. તેમણે કહ્યું હતું કે મારી જાણમાં એક યુવતી છે, તેના તારી સાથે લગ્ન થઈ શકે છે. પણ દોઢ લાખ રૂપિયા ખર્ચો થશે.

અર્જુનસિંહ ડામોર લગ્ન કરવા માટે દોઢ લાખ ખર્ચવા તૈયાર થઈ ગયો હતો. આ માટે હું કુક્સી ગયો હતો. શર્માજી મને તેમની સાથે રાજારામ અને એક માસ્તરની જોડે બડવાની લઈ ગયા હતા. તેઓ મને ત્યાં એક નાના ઘરમાં લઈ ગયા, ત્યાં એક યુવતી હતી. તે બતાવીને લગ્ન માટે તૈયાર છે તેમ પૂછાયુ. મેં હા પાડી. પછી મારી પાસે દોઢ લાખ માંગ્યા. મેં આપી દીધા. તેના પછી બડવાની ખાતે તેમના જ રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા.

મેં આ લગ્નની નોંધણી બડવાનીમાં કરાવવાનું કહ્યુ હતુ, ત્યારે તેના ભાઈ રાજારામે જણાવ્યું હતું કે તું તેની નોંધણી કુક્સી ખાતે કરાવીશું, તમે કુક્સી પહોંચી જાવ. હું ત્યાં ગયો તો તેઓ ત્યાં પણ ન હતા અને ફોન પણ ઉપાડ્યો ન હતો. પછી રાજારામનો મારી પર ફોન આવ્યો કે તમે હાલમાં દુલ્હનને લઈ જાવ પછી ફરીથી પરત આવશો ત્યારે લગ્નની નોંધણી કરાવીશું.

હવે લગ્ન થયાના આઠ દિવસ સુધી તે યુવતીએ અર્જુનસિંહ ડામોર સાથે જરા પણ પતિપત્નીનો સંબંધ રાખ્યો ન હતો. જો કે પછી તેના ભાઈ રાજારામનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે ઘરે ફંકશન રાખ્યું છે એટલે તમે તેને લઈ આવજો. તેથી હું તેને લઈને તેને બડવાની જવા નીકળ્યો હતો, તેઓ રાજપુર ગયા ત્યારે રસ્તામાં બસ ઊભી રહી હતી ત્યારે પત્ની સોનુએ મને પીવાના પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. હું પાણીની બોટલ લેવા ગયો ત્યારે પત્ની સોનુ ભાગી ગઈ હતી. અર્જુને આ અંગે બડવાનીમાં એફઆઇઆર નોંધાવી હતી. અર્જુને તરત જ તેના પરિવારજનોને આ વાત જણાવતા તેઓએ કહ્યું હતું કે તું ત્યાં એકલો છે પાછો આવી જા. અર્જુનસિંહ તેની પત્નીના ઘરે પરત ગયો અને જોયું તો ત્યાં મકાન પણ ન હતું અને તેની પત્ની પણ ન હતી. તે સમયે તેને છેતરાયાનો અહેસાસ થયો હતો.

બડવાનીના પોલીસ વડા રઘુવંશીએ જણાવ્યું હતું કે આરોપી સોનું પહેલેથી જ પરિણીત છે અને બે બાળકોની માતા છે. વાસ્તવમાં તે હિસ્ટ્રી શીટર છે. સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર નાગલવાડીનો રહેવાસી દિનેશ મકવાણા છે. તે આ જ રીતે લગ્નવાંછુકો પાસેથી રૂપિયા પડાવે છે. તે આ કેસમાં અગાઉ પણ જેલ જઈ ચૂક્યા છે. રાજારામ નાવડે કસરાવત વસાહતનો રહેવાસી છે. જ્યારે મીરાબાઈ કડીની રહેવાસી છે. આમ હવે લગ્નવાંછુકો સાવધ રહે, આ પ્રકારની લુટેરી દુલ્હન તમારા વિસ્તારમાં પણ હોઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના 22 એપ્રિલના રોજ બની હતી.

Your email address will not be published.