દેશભરમાં માત્ર 9 દિવસ ચાલે એટલો કોલસો, વીજ સંકટ ઊભું થવાની શક્યતા

| Updated: April 15, 2022 5:17 pm

કાળઝાળ ગરમી વચ્ચે દેશભરમાં વીજળીનું સંકટ ઊભું થવાના આરે છે. યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત દસ રાજ્યોમાં કોલસાની ભારે અછત સર્જાઈ છે. તો આ દરમિયાન, વીજળીની વધતી માંગ અને કોલસાની અછતને કારણે કાપમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી આર કે સિંઘે કહ્યું હતું કે અંદાજે નવ દિવસનો જ કોલસો બચ્યો છે.  

આરસી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એમ જી આર પાસેથી દરરોજ ત્રીસ હજાર મેટ્રિક ટન કોલસો મળી રહ્યો છે. રેલ રેકમાંથી સપ્લાય શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે. ઓબ્રા પ્રોજેક્ટમાં માત્ર 4-5 દિવસનો કોલસો બચ્યો છે, જ્યારે 15 દિવસનો કોલસો સ્ટોક કરવો જોઈએ. CGM દીપક કુમારે કહ્યું કે, કોલસાના દરરોજ ચાર રેકની જરૂર પડે છે, પરંતુ હવે માત્ર એક રેક ઉપલબ્ધ છે. જેના કારણે ભવિષ્યમાં સમસ્યા સર્જાય તેવી શક્યતા છે.

એકતરફ ગરમી વધશે બીજી તરફ કોલસાની માંગ 
તો સામે જેમ જેમ ગરમી વધશે, વીજળીની માંગ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે, તેથી વીજળીની માંગમાં વધારો થશે.

આ પણ વાંચો:લીંબુની કિંમતમાં કેમ થઇ રહ્યો છે વધારો?

એક રિપોર્ટ અનુસાર, ઉનાળાની શરૂઆત સાથે જ દેશના પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. કોરોના લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પાછી પાટા પર આવવાને કારણે ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ વધ્યો છે.

દેશના મુખ્ય ઔદ્યોગિક ગઢ ગણાતા મહારાષ્ટ્રમાં ઘણા વર્ષો પછી આટલી મોટી વીજળી સંકટ ઉભું થયું છે. અહીં 2500 મેગાવોટ વીજળી માંગ કરતાં ઓછી છે. રાજ્યમાં 28000 મેગાવોટની વિક્રમી માંગ છે જે ગત વર્ષ કરતા 4000 મેગાવોટ વધુ છે. સરકારી ડેટા અનુસાર ઝારખંડ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડમાં માંગ કરતાં ત્રણ ટકા ઓછી વીજળી ઉપલબ્ધ છે. 

માહિતી અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં વીજ માંગમાં 1.4% વધારો થવાને કારણે વીજ સંકટ વધુ ઘેરી બન્યું છે. આ આંકડો ઓક્ટોબરમાં વીજ કટોકટી દરમિયાન માંગ કરતાં વધુ છે. ઓક્ટોબરમાં કોલસાની ગંભીર કટોકટી દરમિયાન વીજળીની માંગમાં એક ટકાનો વધારો થયો હતો. માર્ચમાં વીજ માંગમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Your email address will not be published.