L&Tના ભૂતપૂર્વ એકાઉન્ટન્ટે કંપનીને 22 લાખ રુપિયાનો ચૂનો લગાવ્યો

| Updated: July 5, 2021 5:47 pm

લાર્સન એન્ડ ટુબ્રોના એક ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ મિતેશ કુમાર ગોહિલ સામે કંપની સાથે રૂ. 22 લાખની છેતરપિંડી કરવાનો આરોપ મૂકાયો છે. મિતેશ કુમાર વાસણામાં રહે છે અને તેણે બનાવટી લીઝ એગ્રીમેન્ટ કરીને કંપની સાથે રૂ. 21,91,337ની છેતરપિંડી કરી છે. તેની સામે કંપનીના ચેન્નાઈ સ્થિત એડમિન હેડની બનાવટી સહી કરવાનો પણ આરોપ છે.
એફઆઈઆરના આધારે વાસણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેનો કોવિડ-19 ટેસ્ટ કર્યા પછી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. એફઆઇઆર મુજબ ગોહિલ 2013માં કંપનીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે જોડાયો હતો અને ડિસેમ્બર 2019થી જૂન 2020 સુધી કંપનીની પિરાણા ડમ્પિંગ સાઈટના એકાઉન્ટ સંભાળતો હતો.
ગોહિલે જૂન 2020માં કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. ઓક્ટોબર 2020માં કંપનીના પ્રોજેક્ટ મેનેજર એમ. રાજકુમારે દસ્તાવેજોની ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે ગોહિલે જુદા જુદા લોકો સાથે ત્રણ લીઝ એગ્રીમેન્ટમાં બનાવટ કરી હતી. તેમણે ચેન્નાઈ સ્થિત એડમિન હેડ રાજેશ શેઠની સહીની પણ બનાવટ કરી હતી.
આરોપીએ કંપનીની વેબસાઈટ પર બનાવટી દસ્તાવેજો અપલોડ કરીને કંપની સાથે 22 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

Your email address will not be published. Required fields are marked *