Vadodara: IT અને ITeS ટેકનોલોજી પાર્ક વિકસાવવા L&T અને રાજ્યસરકાર વચ્ચે MoU કરાયા

| Updated: August 3, 2022 4:10 pm

વિશ્વખ્યાત ઉદ્યોગ જૂથ L&T દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં અને સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઇ વાઘાણીના માર્ગદર્શનમાં આ MoU રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T એ સાઇન કર્યા હતા.આ MoU પર L&T વતી સી.ઇ.ઓ અને મેનેજિંગ ડિરેકટર એસ. સુબ્રહ્મમણયને તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ રાજ્ય સરકાર વતી હસ્તાક્ષર કર્યા હતા.

L&T ની વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્ક માટે ગુજરાત સરકાર સાથેની સહભાગીતાથી સંસ્કાર નગરી વડોદરા હવે IT/ ITeS ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ નગરી બનશે.

L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં 7 હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે. વડોદરામાં સ્થપાનારા આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ ૧૦ હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે મજબૂત નીતિ માળખું ઘડીને એક એવી અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યુ છે જેમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહન, તકો અને IT ને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ છે.

R&D ડિઝાઇન કેન્દ્રો સાથે, L&T 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહયોગી રોબોટ્સ, ડિજિટલ ફેકટરી અને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટ જેવી ટેકનોલોજીમાં નિપૂણતા ધરાવે છે

આ નીતિએ સમગ્ર IT ઉદ્યોગોમાં એક અભૂતપૂર્વ આકર્ષણ ઉભું કર્યુ છે અને અનેક રોકાણકારો ગુજરાત સરકાર સાથે ભાગીદાર બનવા માટે તત્પર છે. આ MoUs અન્વયે કુલ રૂ. 2400 કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે 13,750 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે

આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત છઠ્ઠા તબક્કામાં 39 એમઓયુ કરાયા

Your email address will not be published.