જૂન મહિનામાં લક્ઝરી કારના વેચાણમાં 168%નો ઉછાળો

| Updated: July 21, 2021 2:20 pm

2020-21ના રોગચાળાના વર્ષમાં, લોકડાઉન, દરમિયાન શો રૂમ ખોલવા પર પ્રતિબંધ અને માંગના અભાવને કારણે ઓટોમોબાઈલ્સના એકંદર વેચાણ પર ભારે અસર પડી હતી.  જો કે, અનલોક પછી માંગ ફરીથી પાટા પર આવી રહી હોય તેવું લાગે છે.  જો કે, સૌથી મોટું આશ્ચર્ય એ છે કે હાઈ એન્ડ મોડેલ  અથવા પ્રીમિયમ વાહનોની પસંદગી.

નાણાકીય વર્ષ 2020-21માં  ઘટાડા પછી, લક્ઝરી કાર સેગમેન્ટમાં માંગ ફરી આવી રહી છે.  ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (એફએડીએ) દ્વારા બહાર પાડવામાં આવેલા જૂન મહિનાના  વાહનોના વેચાણ ડેટા, સૂચવે છે કે દેશમાં લક્ઝરી કારના વેચાણમાં મેની તુલનામાં 168 ટકાનો ઉછાળો આવ્યો છે.

માંગ લગભગ અડધી થઇ ગયી હતી ત્યારબાદ , 2021-22 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લક્ઝરી કારનું વેચાણ સામાન્યતા તરફ ફરી પોહચી રહ્યું છે .  મેની તુલનામાં લગભગ તમામ બ્રાન્ડ્સમાં  જૂન મહિનાનું  વેચાણ વધ્યું છે.

કેર રેટિંગ્સના  અર્થશાસ્ત્રી મદન શબનાવીશ એ  જણાવ્યું હતું. કે જાહેર પરિવહન કરતા વ્યક્તિગત ગતિશીલતા તરફની પસંદગીને કારણે કારના વેચાણમાં ગતિ આવી રહી છે.  જો કે, જૂન 2020 પછીના માસિક આંકડા માંગમાં ઉછાળો દર્શાવે છે.  “સામાજિક અંતરનાં ધોરણો, જાહેર પરિવહનના મુસાફરો પરના પ્રતિબંધોએ વ્યક્તિગત વાહનની પસંદગીમાં ફેરબદલ કર્યો છે, પેન્ટ-અપ માંગ (થોડા સમય પછી ગ્રાહકની ખરીદી કરવા પાછા ફરે ) એ પણ વાહનના વેચાણમાં મદદ કરી હતી.” 

પસંદગી, સ્વાદ અને વિશિષ્ટ સેગમેન્ટ તરફ જવા જેવા અન્ય કારણો પણ વેચાણ વૃદ્ધિ તરફ દોરી રહ્યા છે. એફએડીએના રાષ્ટ્રીય અધ્યક્ષ વિન્કેશ ગુલાટીએ જણાવ્યું હતું કે  “જો તમે દર મહિને વેચાણના ડેટા પર નજર નાખો તો, તમે જોશો કે બ્રાન્ડ્સ અથવા કારમાં વૃદ્ધિ વધારે છે જેણે નવામોડેલ્સ લોન્ચ  કર્યા છે.  મર્સિડીઝ બેન્ઝ, ઓડી  અથવા બીએમડબ્લ્યુ જેવી પ્રીમિયમ કાર બ્રાન્ડ્સ જ નહીં પરંતુ મધ્યમ સેગમેન્ટના ઉચ્ચતમ મોડેલોમાં પણ આ જ વલણ જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.