મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: બળવાખોર શિવસેના ધારાસભ્યો સુરત, ગુજરાતથી પહોંચ્યા ગુવાહાટી, આસામ

| Updated: June 22, 2022 8:59 am

ગુજરાતમાં લગભગ એક દિવસના તીવ્ર રાજકીય ડ્રામા બાદ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે ગુજરાતના સુરતમાં આવેલી લે મેરીડિયન હોટલમાંથી નીકળી ગયા છે અને હવાઈ માર્ગે શિવસેનાના અન્ય 30 બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટી પહોંચ્યા છે.

શિવસેના ધારાસભ્ય એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં 24 કલાકથી વધુ સમય રોકાયા બાદ મંગળવારના રોજ સુરત મહારાષ્ટ્રના રાજકીય સંકટનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર માટે અણધારી રાજકીય દુવિધાઓ હતી.

વર્તમાન સ્થિતિની વાત કારીએ તો, આ તમામ ધારાસભ્યો બુધવારના રોજ વહેલી સવારે સુરતની હોટેલમાંથી લક્ઝરી બસમાં બેસીને એરપોર્ટ જવા નીકળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધારાસભ્યોને કેટલાક અજ્ઞાત કારણોસર બીજેપી શાસિત રાજ્ય આસામમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા દ્વારા ઉલ્લેખિત સંભવિત કારણો પૈકીનું એક, મુંબઈ અને સુરત વચ્ચેનું ઓછું અંતર છે. જેથી સેનાના નેતાઓ સાથેના વાટાઘાટા અને સેનાના કાર્યકરોની કોઈપણ પ્રતિક્રિયા ટાળવા માટે બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટી, આસામમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવસ દરમિયાન સેનાના નેતા મિલિંદ નાવરેકર અને રવિન્દ્ર ફાટકે નિષ્ફળ પ્રયાસમાં સુરતમાં બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી.

અહેવાલ મુજબ, ગુવાહાટી, આસામમાં એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે જોડાવા માટે લગભગ સાત વધુ ધારાસભ્યો રાહ જોઈ રહ્યા છે.

મહારાષ્ટ્રની આ હાઈ-વોલ્ટેજ રાજકીય ઉથલપાથલ રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીઓ પછી તરત જ શરૂ થઈ હતી, જેમાં વિધાનસભામાં ધારાસભ્યોની અપૂરતી સંખ્યા હોવા છતાં ભાજપને પાંચમી બેઠક મળી હતી. આ જીત પાછળ એમવીએ તરફથી કેટલાક સંભવિત ક્રોસ-વોટિંગના પગલે આવ્યું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

કાઉન્સિલની ચૂંટણીના પરિણામો બાદ, એકનાથ શિંદે જોડે કોઈ કોન્ટેક્ટ થઈ શકતો નહોતો અને પછીથી જાણવા મળ્યું કે તે, અન્ય કેટલાક સેનાના બળવાખોર ધારાસભ્યો સાથે સુરત, ગુજરાતની લે મેરીડિયન હોટેલમાં છે.

Your email address will not be published.