મુંબઈમાં સતત ત્રીજા દિવસે વીસ હજારથી વધુ કેસ : મહારાષ્ટ્રમાં 10 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધો

| Updated: January 8, 2022 10:07 pm

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાથી મૃત્યુ થવાના મામલા વધી રહ્યા છે. મુંબઈમાં સતત કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 20,318 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાંચ લોકોના મોત નિપજ્યાં છે. મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41,434 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 9,671 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 13 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,73,238 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રૉન 133 નવા કેસ નોંધાયા છે. હાલમાં ઓમિક્રૉનના કુલ 1009 કેસ થયા છે.

કોરોનાનું સંક્રમણ વધતાં મહારાષ્ટ્ર સરકારે 10 જાન્યુઆરીથી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ પાંચ અથવા વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહિ. સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, બ્યૂટી સલૂન, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ રહેશે. મોલ અને સલૂન 50% ક્ષમતાની સાથે સંચાલિત રહેશે. મહારાષ્ટ્રમાં સ્કૂલ, કોલેજ અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. હોટલ, રેસ્ટોરાં, સિનેમા હોલ, ઓડિટોરિયમ 50% ક્ષમતાની સાથે રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે. આ ઉપરાંત સામાનની હોમ ડિલીવરીની મંજૂરી રહેશે.

Your email address will not be published. Required fields are marked *