બિહારઃ મહાત્મા ગાંધીની પ્રતિમાને અજાણ્યા શખ્સોએ પહેરાવ્યું માસ્ક

| Updated: January 27, 2022 9:05 pm

બિહારના સીતામઢીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને માસ્ક (mahatma gandhi statue mask) પહેરાવી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી ચોકમાં હંમેશા પોલીસ ફરજ બજાવે છે, તો પણ આ ઘટના બની છે. પોલીસ આ મામલે આરોપીઓની ધરપકડ કરવા માટે દાવા કરી રહી છે.

ગુરુવારે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મોહં. શમ્સ શાહનવાઝને ફોન ઉપર આ બાબતની જાણ કરી હતી. આ પછી જ્યારે તેઓ ગાંધી ચોક પહોંચ્યા તો આ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત જ આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને જાણ કરી હતી. મો. શમ્સ શાહનવાઝે કહ્યું કે કેટલાક તોફાની તત્વોએ 26 જાન્યુઆરીની બપોરે શહેરની મધ્યમાં બનેલી ગાંધી પ્રતિમાને માસ્ક (mahatma gandhi statue mask) પહેરાવીને રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો: શાળામાં તિરંગો ફરકાવતી વખતે કરંટએ લીધો બાળકનો જીવ

આ ફોટો ડીએમ સીતામઢી સુનીલ કુમાર યાદવ અને મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર મુમુક્ષુ કુમાર ચૌધરીને મોકલવામાં આવ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. શમ્સે કહ્યું કે ગાંધી પ્રતિમાની સુરક્ષાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની છે. આ માટે પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.

આ મામલે ડીએમએ કેમેરા સામે કંઈપણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ તપાસની ખાતરી આપી હતી. જ્યારે યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મોહં. શમ્સ શાહનવાઝનું કહેવું છે કે જો ફરી આવું કૃત્ય થશે તો તેઓ આંદોલન કરશે.

Your email address will not be published.