મહીસાગરમાં સંતરામપુરની એક શાળાના આચાર્યની મનમાની સામે આવી, જાણો શું છે આખી ઘટના

| Updated: January 9, 2022 3:02 pm

સામાન્ય રીતે શાળાને મંદિર કહેવાય છે ત્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ બને છે તે ઉપરાંત તેઓને શિક્ષિત કરવામાં આવે છે. મંદિર જેવી શાળામાં જ જો વિદ્યાર્થીને માર મારવામાં આવે તો તે ખરેખર ચોંકાવનારી ઘટના છે.

આવો જ એક કિસ્સો મહીસાગરના સંતરામપુરમાં સામે આવ્યો છે. સંતરામપુરની નામાંકિત શાળા એસ.પી.હાઈસ્કુલના આચાર્ય બાબુભાઈ પટેલે ખુબ જ શરમજનક હરકત કરી છે.

એસ.પી.હાઈસ્કુલના આચાર્ય નશો કરીને આવ્યા હતા તેમજ ભાન ભૂલ્યા હતા. નશાની હાલતમાં હોશમાં ન રહેતા તેઓએ ધોરણ 11માં અભ્યાસ કરતા મયુર તાવિયાડ નામના વિદ્યાર્થી પર હુમલો કરીને માર માર્યો હતો. તેમજ લાકડી તૂટી જાય ત્યાં સુધી માર મારતા મયુરના શરીરે લાલ ચમાઠા પડી ગયા હતા.

તેઓ દરરોજ નશો કરીને આવતા અને નશાની હાલતમાં રૂમ બંધ કરીને વિદ્યાર્થી મયુરને દરરોજ લાકડીથી માર મારવામાં આવતો હતો. મયુરે આરોપ લગાવ્યો છે કે એક દિવસ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા છતા પણ તેઓએ તેમને કશું ન કહ્યું હતું અને મને રૂમમાં બોલાવી અને પીધેલી હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ વાત મયુરે તેની માતાને કરતા તે શાળાએ આવી હતી ત્યારે આચાર્યએ વધારે કઈ બોલ્યા તો એડમિશન રદ કરી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી. અંતે મયુરે કંટાળીને આચાર્ય સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Your email address will not be published.