ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટી જાહેરાતઃ સમગ્ર વિશ્વમાં લાઈસન્સ વેલિડ ગણાશે

| Updated: November 17, 2021 12:41 pm

આપણે ત્યાં ડ્રાઈવિંગ લાઈસન્સને લગતી પ્રક્રિયા ઘણી જટિલ છે અને તેમાં ચક્રવ્યૂહના કોઠા પાર કરવા જેવા પડકાર નડે છે. પરંતુ ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાઈસન્સ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાત સરકાર ટૂંક સમયમા ઇન્ટરનેશનલ ફેસલેસ ડ્રાઇવિગ લાયસન્સ લોન્ચ કરશે.

મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં મેળવેલા ડ્રાઇવિંગ લાઈસન્સ સમગ્ર વિશ્વમાં વેલિડ ગણાશે. આ લાઈસન્સ ઓનલાઇન અરજી કરીને ઘરે બેઠા મેળવી શકાશે.

તમારી પાસે પહેલેથી ડ્રાઈવિંગ લાઈસન્સ છે?

જે લોકો પાસે પહેલેથી ડ્રાઇવિંગ લાયસન્સ હશે તેમણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અલગથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પણ જરુર નહીં રહે.

લોકલ ડ્રાઇવિગ લાયસન્સ ધરાવનારાઓ ઘરે બેઠા ઓનલાઇન એપ્લાય કરીને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે. વિદેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયા માથાના દુખાવા સમાન છે અને ત્યાં પરિવહન પણ બહુ મોંઘું છે. તેથી વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ, અને વારંવાર વિદેશ ટૂર પર જતા ધંધાર્થીઓ તેમજ ટુરીસ્ટોને મોટી રાહત મળશે. દુનિયાના તમામ દેશોમાં આ લાઈસન્સ માન્ય ગણાશે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *