‘રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, વીડિયો બનાવી યુવતીનો આપઘાત

| Updated: June 23, 2022 4:32 pm

અમદાવાદમાં ફરી એકવાર આયેશાવાળી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રિવરફ્રન્ટ પર પોતાનો અંતિમ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો યુવતીએ આપઘાત પહેલા બનાવ્યો હતો. યુવતીએ વીડિયો બનાવી આપઘાત કર્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના તાંદલજાની નફીસા ખોખરે આપઘાત કર્યાના બે દિવસ પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈને બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં રહેતો શેખ રમીઝ અહેમદ નામના યુવકના પ્રેમમાં નફીસાએ આપઘાત કર્યો હતો. આ અંગે પરિવારે જે.પી પોલીસ સ્ટેશનમાં અમદાવાદમાં રહેતા યુવક સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે. ફરિયાદમાં પરિવારે જણાવ્યું કે, યુવકે લગ્નની લાલચ આપી નફીસા સાથે સંબધો રાખયા હતા અને તેને ફેરવતો હતો. જો કે યુવકે પ્રેમ સંબધ તોડી નાખતા નફિસાએ આપઘાત કર્યું છે.

વડોદરાની યુવતી નફીસા બે દિવસ પહેલા અમદાવાદના રિવર ફ્રન્ટ પર આપઘાત કરવા માટે પહોંચી હતી. જયા તેણીને બચાવી લેવામાં આવી હતી. તેણીએ પ્રેમમાં દગાનો વીડિયો પણ બનાવ્યો હતો. તેણે બે અલગ અલગ વીડિયો બનાવ્યા હતા. એક વીડિયોમાં તેણે રડતા રડતા કહ્યુ હતું કે, ‘‘રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુઝે વટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.’’

અન્ય બીજા વીડિયોમાં નફીસાએ કહ્યુ હતું કે, ‘‘કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી ન ઘાટ કી. ચાર દિનો સે યહાં ભકટ રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ.’’

નફીસા બે વર્ષથી રમીઝ નામના યુવક સાથે સંપર્કમાં હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ બંધાયો હતો. રમીઝ વડોદરાની કંપનીમાં નોકરી કરતો હતો. જ્યાં કામ દરમિયાન બંને સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

Your email address will not be published.