વિશ્વ સિનેમામાં “સાય-ફાય” એક એવા પ્રકારની શૈલી છે જે હંમેશા પ્રેક્ષકોમાં ભારે જિજ્ઞાસા પેદા કરે છે . છેલ્લા ઘણા વર્ષોથી, આ પ્રકારની ફિલ્મોએ હિન્દી ફિલ્મ જગતમાં પોતાનો એક અલગ ચાહક વર્ગ બનાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી બધી સાય-ફાઇ મૂવીઝ બની, કેટલીક કામ કરી અને કેટલીક બિલકુલ ચાલી નહીં.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની ઓળખ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી અથાગ પ્રયત્નો કરી રહી છે અને તેના નવા પ્રયોગોના દમ પર સફળ પણ થઈ રહી છે, આ દરમિયાન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, રમૂજ અને મનોરંજન સાથે સાય-ફાઈના સમન્વય સાથે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો, ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર તરીકે જાણીતા મલ્હાર ઠાકરની નવી ફિલ્મ “ગજબ થઈ ગયો” ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ, ચાલો જાણીએ કે આ ફિલ્મ કેવી છે
ફિલ્મની વાર્તા-
મલ્હાર ઠાકરની ફિલ્મ ગજબ થઈ ગયોમાં યુએસએની પ્રિન્સટન યુનિવર્સિટીના સ્નાતક ભગીરથની ભૂમિકા ભજવે છે. ભગીરથ તેની માતૃભાષાને પ્રોત્સાહન આપવા માંગે છે અને ગુજરાતી ભાષાની શાળામાં ભણાવવા માટે ઉત્સુક હોવાથી તેના દેશની કેટલીક ગુજરાતી-માધ્યમની શાળાઓમાં મફતમાં નોકરી કરવા માટે ગુજરાત પરત ફરે છે. ભગીરથને વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં રસ છે. ભગીરથ એક પ્રયોગ દરમિયાન એક મશીન શોધે છે જે તેને અને બાળકોને સમયની મુસાફરી કરવામાં અને એલિયન્સ સાથે વાર્તાલાપ કરવામાં મદદ કરે છે અને જ્યારે અન્ય લોકો તે મશીન મેળવવાની રાહ જુએ છે ત્યારે વાર્તા એક રસપ્રદ વળાંક લે છે.
ફિલ્મનો મનોભાવ-
ગજબ થઈ ગાયો તેના હાસ્યભર્યા સંવાદોની મદદથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે અને ફિલ્મની ઝડપી સ્ક્રિપ્ટ ફિલ્મ પર દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવામાં અસરકારક સાબિત થાય છે. ફિલ્મ ધીમી અને માર્ગથી ભટકી રહી હોય તેવું લાગે છે પરંતુ ફિલ્મનેં રસપ્રદ રાખે છે મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી, ફિલ્મમાં ભાષા વિશે સારો સામાજિક સંદેશ આપ્યો છે, જે ફિલ્મમાં “જ્ઞાન નુ ભાષા સાથે સુ નુ સંબંધ” જેવા સંવાદો દ્વારા પ્રકાશિત થાય છે. ફિલ્મ માં વીએફએક્સના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જે ખરા અર્થો માં પ્રશંસનીય છે અને આ પ્રકારનો વીએફએક્સ નો ઉપયોગ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલા બહુ જ ઓછો જોવા મળ્યો છે, ફિલ્મ સંપૂર્ણપણે સાય-ફાઈ શૈલીની કેટેગરીમાં બંધબેસે છે અને ફિલ્મ પ્રદર્શિત કરે છે કે એને પરિવાર સાથે જોવી જોઈએ.
ફિલ્મના પાત્રો-
ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ફિલ્મને સુંદર બનાવે છે, ફિલ્મમાં પૂજા અને મલ્હાર સાથે ઉજ્જવલ ચોપરા નેગેટિવ રોલમાં જોવા મળે છે અને ઉજ્જવલે નેગેટિવે કરોલ ભજવવામાં સફળ થયા, ફિલ્મ માં તેમની એન્ટ્રી પછી જ વાર્તામાં ઝડપ આવે છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે, સુનીલ વિશ્રાણીએ પણ આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. ફિલ્મમાં સ્નેહા ચૌહાણ, કહાન મિસ્ત્રી અને કુશ તાહિલરામણી નું કામ બાળ કલાકાર તરીકે પ્રશંસનીય છે
ફિલ્મના કેટલાક ટેકનિકલ પાસાઓ-
ફિલ્મની વાર્તા ફિલ્મના દિગ્દર્શક નીરજ જોશી દ્વારા લખવામાં આવી છે, ફિલ્મની પટકથા ફિલ્મની વાર્તા સાથે સંતુલિત થઈ શકી ન હતી જેથી ફિલ્મ થોડી નબળી સાબિત થઈ હતી જે રીતે ટ્રેલર જોઈને ફિલ્મ વિશે અનુમાન કરવામાં આવી રહ્યું હતું. ફિલ્મ તેવી નથી પણ ફિલ્મમાં મનોરંજનના તમામ ઘટકો છે.સારી રમૂજ, સારા સંવાદો અને મધુર સંગીત ફિલ્મ ને મનોરંજન નું કોમ્પલેટ પેકેજ બનાવે છે, ફિલ્મના સંવાદોમાં સારી ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મોટાભાગની અર્બન ગુજરાતી ફિલ્મોમાં જોવા મળતો નથી. ફિલ્મનું સંગીત પાર્થ ભરત ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મના ગીતો નિરેન ભટ્ટ અને પ્રિયા સરૈયાએ લખ્યા છે, ફિલ્મના બે ગીતો “કોઈ માને પ્રેમ શીખવડોં રે” ગઈ જસલિન રોયલ એન્ડ આદિત્ય ગઢવીએ ગાયું છે સાથે ફિલ્મ નું બીજું ગીત “કુતૂહલ માં હલ છે બધા” ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મજાની વાત આ છે કે આ બંને ગીતો ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ યુટ્યુબ પર મોટી સંખ્યામાં વ્યુઝ મેળવી ચૂક્યા છે, ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર રૂશિન દલાલ અને કૈઝાદ ઘેરડા દ્વારા રચવામાં આવ્યું છે, ફિલ્મના અભિન્ન અંગ તરીકે ગણવામાં આવતા “વીએફએક્સનું” નું નિર્માણ વિરલ ઠક્કર અને રાહુલ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મ ની સિનેમેટોગ્રાફી સૂરજ કુરાડે દ્વારા કરવામાં આવી છે, વિવા બોડાસનું સુંદર ફિલ્મ પ્રોડક્શન અને નિક્કી જોશીની કોસ્ચ્યુમ ડિઝાઇન ફિલ્મ ને એક વિઝ્યુઅલ ટ્રીટ બનાવે છે.
ફિલ્મ કેવી છે?-
સહ-કુટુંબ જોઈ શકાય એવી ગુજરાતી ફિલ્મ કોરોના કાળ અને 2 વર્ષના અંતરાલે રીલીઝ થઈ છે., U-સર્ટિફિકેટ સાથે રિલીઝ થયેલી 139 મિનિટ ની આ ફિલ્મ બાળકોને ખુબ ગમશે. રમૂજ અને મનોરંજન સાથે સાય-ફાઈનો સમન્વય તમને એક હળવુ પણ યાદગાર મનોરંજન આપશે. ,આ ફિલ્મ એકવાર ચોક્કસપણે સહ-પરિવાર સાથે જોવાજેવી છે.
Read Also
ગજબ થઈ ગયો : એક સ્ટારની ફિલ્મ જોવા માટે તમામ સ્ટાર્સ મેદાન પર ઉતરી આવ્યા