મલ્લિકા સારાભાઈએ કયા કારણોસર ફરિયાદ દાખલ કરી

| Updated: July 2, 2021 3:41 pm

જાણીતા ડાન્સર અને એક્ટિવિસ્ટ મલ્લિકા સારાભાઈએ 1લી જુલાઈ, ગુરુવારના રોજ સાબરમતી નદીની અંદર ગેરકાયદેસર ચાલતાં ખનનની વિરુદ્ધ ખાણ અને ખનીજ વિભાગમાં ફરિયાદ દાખલ કરી ધ્યાન સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મલ્લિકા સારાભાઇનું ફાર્મ સાબરમતી નદીના કિનારે ગાંધીનગર-પેથાપુરની નજીક ફતેહપુરા ગામ ખાતે આવેલું છે. તેમના ફાર્મ નજીક છેલ્લા ઘણા મહિનાથી નદીના ખનન કાર્ય કરવામાં આવી રહ્યું હોવાથી નદીની ઊંડાઈ ૪૦ ફૂટથી પણ વધારે થઇ જવા પામી છે. મલ્લિકા સારાભાઈએ ફરિયાદમાં લખ્યું છે કે, તેમની પાસે લાયસન્સ હોવું તે પણ શંકા છે. નદી પર ખનન કરીને બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો છે. મેં આ અંગે જિલ્લા અધિકારીને પણ ફરિયાદ કરી છે પરંતુ કોઈ ફાયદો થયો નથી. તેમણે ગેરકાયદેસરરીતે ચાલતા ખનન પર ત્વરિત કોઈ નિર્ણય લેવામાં આવે તે હેતુસર તસવીરો પણ શેર કરી છે જેથી પ્રકૃતિની થતી લૂંટ અટકાવી શકાય.

મલ્લિકા સારાભાઇ સ્વ. વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ અને કથક નૃત્યંગાના મૃણાલિની સારાભાઇના દીકરી છે.

Your email address will not be published.