સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રેવતી ટાવર પાસેના ક્રિકેટ પર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો હતો. તેની પાસેથી આઇડી મળી આવી હતી. આ આઇડી વસ્ત્રાપુરના નીક અને બોપલના પાર્થ નામના મોટા બુક્કીએ આપી હોવાનું ખુલ્યું હતુ. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સેટેલાઇટના વિસ્તારમાં આવેલા રેવતી ટાવરના અશોક પાન પાર્લરની પાસે એક શખ્સ ક્રિકેટ પર સટ્ટો રમતો હોવાની માહિતી સેટેલાઇટ પોલીસને મળી હતી. દરમિયાનમાં સેટેલાઇટ પોલીસે ઉપરોક્ત સ્થળ પર રેડ કરતા ટુ વ્હિલર પર બેઠેલો એક શખ્સ લખનઉ તથા પંજાબની મેચ પર સટ્ટો રમતો હતો. ઓનલાઇન હાર જીતનો જુગાર રમતો હતો.
પકડાયેલા શખ્સના મોબાઇલમાં તપાસ કરતા www.robert999.com નામની વેસબસાઇટ પર સટ્ટો રમતો હતો. પોલીસે ધવલ પંકજભાઇ પરીખ (રહે. આશ્રય એપાર્ટમેન્ટ, બોડકદેવ)ની ધપકડ કરી હતી. તેને આ આઇડી વસ્ત્રાપુરના કોઇ નીક, બોપલના પાર્થ પાસેથી મેળવી હતી. પોલીસે તેનો મોબાઇલ અને ટુ વ્હિલર કબ્જે કર્યું હતુ. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.