સ્ટેજનો ડર તમારી કારકિર્દીને પાટા પરથી ઉતારે તે પહેલાં તેને આ ત્રણ રીતે મેનેજ કરો

| Updated: April 17, 2022 1:40 pm

જો તમારી હથેળીમાં પરસેવો વળે અને તમારા હૃદયના ધબકારા માત્ર પ્રેઝન્ટેશન આપવાનાં વિચાર માત્રથી ઝડપથી વધી જતા હોય તો આવો અનુભવ કરનારા તમે એકલા નથી. જાહેરમાં બોલવાનો ડર, સ્ટેજની બીક એવી બાબત છે જે લગભગ દરેક વધતા-ઓછા અંશે અનુભવે છે. જોકે, તેના પર ધ્યાન દેવામાં ન આવે અને તેનાં પર કાબુ મેળવવામાં ન આવે તો તે તમારી આશાસ્પદ કારકિર્દીને પાટા પરથી ઉતારી શકે છે.

પ્રોડ્યુસર શોન્ડા રાઈમ્સથી લઈને અબજોપતિ વોરેન બફેટ સુધીના જાણીતી હસ્તીઓ અને ઉચ્ચ-કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓએ જાહેરમાં બોલવામાં ડર લાગતો હોવાનું સ્વીકાર્યું છે. જોકે સારી વાત એ છે કે તે બધાએ તેમનાં ડર પર કાબુ મેળવ્યો છે. તમે પણ તેમ કરી શકો છો. પરંતુ તે માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવવી પડશે.સ્ટેજના ડર પર વિજય મેળવવા માટે અહીં ત્રણ વૈજ્ઞાનિક રીતે સાબિત એવી ટીપ્સ આપવામાં આવી છે.

1. તમારી ચિંતાને હકારાત્મક ઉર્જામાં ફેરવો

ડર પર વિજય મેળવવા તમે જે સૌથી જરુરી વાત શીખી શકો છો તેનો સંબંધ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન સાથે છે. આપણું શરીર જે શારીરિક પ્રતિક્રિયા આપે છે તે ખતરા કે ડરનાં પ્રતિસાદનું પરિણામ હોય છે. જે આપણા મગજ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ડરનાં પ્રતિભાવમાં આપણા ગુફામાં રહેતા પૂર્વજો એટલે કે આદિ માનવો જંગલી પ્રાણીઓ સામે લડવા કે ભાગવાના ત્વરિત નિર્ણયો લેવાનું શિખ્યા હતા. ઘણીવાર લડવા કે ભાગી જવાનો પ્રતિસાદ ત્યારે આવે છે જ્યારે ખરેખર આપણે લડવા અથવા ભાગી જવાની જરૂર હોતી નથી. આપણે ફક્ત એક પ્રેઝન્ટેશન આપવાનું હોય છે. પરંતું તેમ છતાં આપણું મગજ તેને જાણે જિંદગી અને મોતનો સવાલ હોય તે રીતે પ્રતિક્રિયા આપે છે.

જેને મનોવૈજ્ઞાનિકો રિફ્રેમિંગ કહે છે તેનું રહસ્ય એ છે કે તે આ રીતે કામ કરે છે. હવે જ્યારે અસ્વસ્થતાની લાગણી થાય ત્યારે તમારી પ્રતિક્રિયાને એક પડકાર તરીકે ફરીથી રિફ્રેમ કરો. તે લાગણીઓ શેના માટે છે તે જુઓ, તમારું શરીર શ્રેષ્ઠ દેખાવ માટે તૈયાર થઈ રહ્યું છે.

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો ટેસ્ટ અથવા ભાષણ આપતા પહેલા બેચેની અનુભવતા હોવાનો સ્વીકાર કરે છે તેઓ તેમના કરતાં સારો દેખાવ કરે છે,જેઓ એમ કહેતા હોય છે કે તેમને કોઇ તણાવ નથી. સંશોધનનો ભાવાર્થ એવો છે કે ચિંતાની લાગણીઓને હકારાત્મક રીતે અને કુદરતી પ્રતિક્રિયા તરીકે સ્વીકારવી જોઇએ. આ ઉપરાંત તેના પર સતત ધ્યાન ન આપો.તેના બદલે, તમારી લાગણીઓને સ્વીકારો, તે તમને મદદ કરવા માટે તે છે તેમ માનીને આગળ વધો.

2. તમારી સાથે અન્ય વ્યક્તિ તરીકે વાત કરો

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે લોકો જે ઘટનાથી ડરે છે તેનાથી માનસિક રીતે પોતાની જાતને દૂર રાખે છે, ત્યારે તેઓ તેના વિશે ઓછી ચિંતા અનુભવે છે.

કોલંબિયા યુનિવર્સિટીના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે તમારી જાત સાથે વાત કરવા માટે તમારા પ્રથમ નામનો ઉપયોગ કરવાથી લાગણીઓને સારી રીતે કન્ટ્રોલ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ચિંતા ઓછી થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.

ઉદાહરણ તરીકે જો હું મારી જાત સાથે વાત કરતો હોઉં તો હું મારા વિશે વારંવાર વિચારતો રહું છું, “હું બહુ સારું કામ કરીશ. હું બહુ સારું કામ કરીશ.” તેના બદલે, જ્યારે હું અન્ય વ્યકિત તરીકે મારી જાત સાથે વાત કરું છું, ત્યારે હું કહી શકું છું, “કાર્માઇન, તમે ખૂબ સરસ કરશો. તને આ મળી ગયું છે.”

તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે એવી કલ્પના કરો કે તમે કોઈ મિત્રને તેનાં પ્રેઝન્ટેશન પહેલા સમજ આપી રહ્યા છો. તે પછી ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરો અને નામને તમારા પોતાનામાં બદલો.  

3. નેવી સીલની શ્વાસોશ્વાસ ટેકનિકનો ઉપયોગ કરો

એકવાર નેવી સીલના ઇન્સ્ટ્રકટરને પૂછ્યું કે તે લશ્કરી કમાન્ડોને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહેવાનું કેવી શીખવે છે. તે કહે છે કે તેઓ બધા “બોક્સ બ્રિધિંગ” શીખે છે.બોક્સ બ્રિધિંગ લડવા અથવા ભાગવાનાં પ્રતિભાવને નિયંત્રિત કરે છે અને તમારા મગજને શાંત રહેવાનું કહે છે.

તે આ રીતે કામ કરે છે. સૌ પહેલા ચાર સુધી ગણો અને તમારા નાકથી ઊંડો શ્વાસ લો. હવે શ્વાસને ચાર સેકન્ડ માટે રોકો. છેલ્લે ચાર સેકન્ડ માટે શ્વાસ છોડો. ચાર વખત આ પ્રકિયા રિપીટ કરો.

હું પ્રેઝન્ટેશન પહેલાં બૉક્સ બ્રીધિંગ કરું છું અને તે કામ કરે છે. વાત કરતાં પહેલાં, મારું મન મારે જે રજુ કરવાનું હોય છે તેના માટે તૈયાર થઇ જાય છે. બોક્સ બ્રિધિંગ મારા શરીર અને મનને શાંત કરે છે. તે મને સારી રીતે કામ કરવા તૈયાર કરે છે.

આજના બિઝનેસ વર્લ્ડમાં પબ્લિક સ્પીકિંગની આવડત સૌથી જરુરી ગણવામાં આવે છે. તમે તેના વિશે થોડી ચિંતા અનુભવો તે કુદરતી પ્રતિક્રિયા છે. જોકે સારી બાબત એ છે કે તમારા પર હાવી થઇ જાય તે પહેલા તમે તેને કાબુમાં કરી શકો છો.

Your email address will not be published.