કેરી ડબલ ભાવે વેચાશે પરંતુ તો પણ ખેડૂતોને નુકશાન કેમ?

| Updated: April 24, 2022 6:08 pm

રાજયમાં એક પછી એક બિન ઋતુ વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકશાની થવા પામી છે.પછી તે તલ હોય કે પછી ઉનાળુ મગફળી ઉનાળુ પાકમાં ભારે નુકશાની જોવા મળી રહી છે. આ સાથે કેરીને પણ ભારે નુકશાન થવા પામ્યું છે મોરવા વરસાદ પડવાના કારણે ખરી પડ્યા છે જેના કારણે માર્કટમાં કેરી ઓછી આવશે.

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના વચનો અપાયા હતા પરંતુ આ વાતાવરણ જોઇને એવું લાગે છે કે કુદરત નારાજ છે ખેડૂતોથી છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના તાલાલા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર તેની સાથે ગીરના વિસ્તારમાં ભારે નુકશાન કેરીના પાકને જોવા મળ્યું છે

જિલ્લાઓમાં બાગાયતી પાક કરતા ખેડૂતોને આ વખતે સતત બદલાતા વાતાવરણના કારણે નુકસાન સહન કરવાનું આવ્યું છે.

બાગાયતી પાકની વાત કરવામાં આવે તો માત્ર દક્ષિણ ગુજરાતમાં 70 હજાર હેકટરમાં બાગાયતી પાકોનું વાવેતર થયુ છે.
કેરીના(Mangoes) પાકને નુકશાની થતા ખેડૂતોએ મુખ્યમંત્રનીને પત્ર લખ્યો પત્ર લખીને ખેડૂતોએ સહાયની માંગ કરી છે

ખેડૂતો દ્રારા આંબાની માવજત કરવા માટે સતત તેને સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ કરવામાં આવે છે અને જેના કારણે કેરીનો પાક સારો મળે પરંતુ આ વર્ષના કેરીનો પાક સારો નહી મળે.આખુ વર્ષ વાદળ છાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ પડવાથી મોડુ ફ્લાવરીંગ તેમજ મોરીયા ના બેસતા ભારે નુકશાની થશે

ખેડૂતો માંગ કરી રહ્યા છે કે દરેક ક્ષેત્રે ‘સરકાર હંમેશા સૌની દ૨કાર કરે છે તો રાહત આપે અને સહાય આપવાની વિંનતી કરી રહ્યા છે.

Your email address will not be published.