મનસુખ માંડવિયાએ હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત લીધી

| Updated: June 27, 2021 8:32 pm

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત લીધી હતી.

કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાની સાથે રાજ્યકક્ષાના ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ પણ હૈદરાબાદમાં ભારત બાયોટેકની વેક્સિન ઉત્પાદન અને બાયો સેફ્ટી લેવલ-3 ફેસિલિટીની મુલાકાત લીધી હતી. માંડવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સરકાર તમામ વેક્સિન ઉત્પાદકોને અને ડેવલપર્સને મદદ કરવા માટે તૈયાર છે જેથી બધાને વેક્સિન આપી શકાય.

Your email address will not be published.