મંત્રી બનવાની ખેવના, પણ વિસ્તારા માટે વેદના

| Updated: July 6, 2021 11:10 pm

પ્રોફેશનલિઝમ માટે જાણીતી વિસ્તારા એરલાઇન્સને કડવો અનુભવ થયો હતો, કારણ કે ભાજપના એક સાંસદે પોતે કેબિનેટ મંત્રી બનવાના છે એવો દાવો કરીને દાદાગીરી કરી હતી.

આવું થવું ન જોઈએ, પરંતુ ખરેખર આમ થયું છે. બુધવારે કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ થવાનું છે ત્યારે ભાજપના એક સાંસદ દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને કેબિનેટમાં સ્થાન મળશે તે સ્પષ્ટ દેખાઈ આવતું હતું, કારણ કે તેમના બીમાર પત્ની પણ વ્હીલચેરમાં તેમની સાથે દિલ્હી જઈ રહ્યા હતા. તેઓ વિસ્તારાની ફ્લાઈટમાં જવાના હતા. હાલના નિયમો પ્રમાણે વિસ્તારાના એક કર્મચારી વ્હીલચેર માટે ફોર્મ પર સહી કરાવવા આવ્યા, ત્યારે ભાજપના સાંસદ ગુસ્સે ભરાયા અને એરલાઈનના કર્મચારી પર બૂમો પાડવાનું અને ધમકાવવાનું શરૂ કર્યું. મહિલા કર્મચારી તો ડઘાઈ ગઈ હતી. તેણે પોતાના મેનેજરને ફરિયાદ કરી તો સાંસદે તેમની સાથે પણ તોછડાઈભર્યો વ્યવહાર કર્યો. આ સાંસદ હજુ તો મંત્રી બન્યા ન હતા, ત્યાં તેમણે આવો વ્યવહાર શરૂ કરી દીધો હતો. તેઓ જ્યારે ખરેખર મંત્રી બની જશે ત્યારે કેવી વર્તણૂક કરશે તેનો વિચાર કરી લો.

Your email address will not be published.