ક્રૂડના વધતા જતા ભાવના લીધે રાજ્યમાં રિલાયન્સ-એસ્સારના અનેક પેટ્રોલ પમ્પ બંધ

| Updated: May 16, 2022 4:19 pm

અમદાવાદઃ ક્રૂડ ઓઇલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર વધારો થતાં રિલાયન્સના 160 પેટ્રોલ પમ્પ બંધ થયા છે. તેના પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. વિશ્વ સ્તરે બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબવા લાગ્યા છે.

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવની આડઅસરો પણ જોવા મળી રહી છે. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પમ્પ બંધ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ પર ટુ-વ્હીલરમાં માત્ર એક લિટર જ્યારે ફોર વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું.

ગુજરાત પેટ્રોલ પમ્પ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ અંગે જણાવ્યું હતું કે રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રની એસ્સાર અને શેલના પેટ્રોલ પમ્પ પણ બંધ થયા છે. આમ જે મુશ્કેલી રિલાયન્સને પડી છે તે એસ્સાર અને શેલને પણ પડવાની છે. રાજ્યમાં એસ્સારના આશરે 1,500 પેટ્રોલ પમ્પ છે. શેલના 60 પેટ્રોલ પમ્પ છે. પણ સરકારી પેટ્રોલ પમ્પ પર ઝાઝી અસર જોવા મળશે નહી. આ પહેલા 2008માં પણ રિલાયન્સ પેટ્રોલ પમ્પ બંધ થયા હતા.

Your email address will not be published.