માત્ર પાણિપુરી નહીં , સંઘર્ષની ગાથા

| Updated: August 7, 2021 4:21 pm

“હું ક્યારે શેઠ ન બનુ અને એ ક્યારે મારા નોકર ન બને”, આ વિચાર છે એક વ્યાપારી અમદાવાદીના જેઓનું મૂળ વતન તો રાજસ્થાન છે પણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર “કાકા” ના હુલામણા નામે જાણીતા એવા દિપક બોઘુના.

૧૪ ફેબ્રુઆરી ૧૯૯૭ ના રોજ એક તૂટેલી લારી ઉપર મેહનત અને ચોખ્ખાઈ પૂર્વક બનાવેલી પબણિપુરીઓ વેંચવા માટે તત્પર આ વ્યક્તિ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું સુપ્રસિદ્ધ કાંકરીયા તળાવ નજીક ફૂટબોલ ગ્રાઉંડ ચાર રસ્તા પાસે લારી માંડીને ધંધો કરવાની શરૂઆત કરી, જોકે આ એમનો વ્યાપાર કરવાની દ્રષ્ટિએ છેલ્લો પ્રયાસ હતો કારણકે તે પહેલા કરેલા તમામ ધંધા નિષ્ફળ જતાં, પોતાની ધર્મપત્ની પાસેથી આ છેલ્લી તક માંગી લીધી હતી, અને પછી તો પાછળ જોવા જેવુ કઈ ન હતું.

સતત ૨૪ વર્ષથી  દરરોજ બપોરે ૨ વાગ્યાથી રત્ન ૯ વાગ્યા સુધી ચટાકેદાર ખાવાનું પસંદ કરતાં ખવાણ શોખીન એવા અંડવાદીઓને પાણિપુરી પીરસતા દિપક બોધુની આ વાત છે કે જેમણે “કેટલા વીસે સો થાય છે” આ કહેવતને સાર્થક કરી બતાવી છે, જેમાં તેઓની સાથે હમેશા તેઓના પત્ની જવનીકાબેન અને હવે તેઓના દીકરા આ વ્યાપારને આગળ લઈ જવા તરફ લક્ષ્યાંક માંડી રહ્યા છે.

દિપકભાઈ પોતે યુવાવસ્થામાં કલા જગત અને સંગીત ક્ષેત્રે પોતાની કારકિર્દીબનાવવાનો વિચાર કરતાં હતા, પણ સંજોગો વસાત કલાકાર તરીકે આગળ ના વધી શકતા તેઓમાં રહેલી નિપુણતાનો ઉપયોગ તેમણે પોતાના પાણીપૂરીના વ્યવસાયને નામ આપવામાં કર્યો, અને ત્યારથી એ બેનામ તૂટેલી લારી પરનો વ્યવસાય આજે માસી ની પાણિપુરીની દુકાનમાં પરિવર્તિત થયો.

Post a Comments

4 Comments

  1. Revti gondaliya

    I proud of my father and Mother god bless you both of you.god haju pan bov agad lai jasey because both of you very kind and coolest people

  2. Darshna Gajjar

    I know him from last 20 years. I must like his Panipuri test . It’s wonderful . All foods are Hygienic n pure . God give us more success. 👍🏻

Your email address will not be published. Required fields are marked *