દાદરાનગર હવેલીમાં મદરેસાના મૌલાનાનું શરમજનક કૃત્યઃ સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું

| Updated: November 25, 2021 8:40 pm

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના બાવીસા ફળિયામાં આવેલા એક મદરેસામાં મૌલાનાએ સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે. સગીર યુવતી મદરેસામાં જ રહીને અભ્યાસ કરતી હતી ત્યારે મૌલાનાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને શરમજનક કૃત્ય કર્યું હોવાનો આરોપ છે.

સગીરાએ તેના માતા-પિતાને સાથે રાખી સેલવાસ પોલીસ સ્ટેશનમાં મદરેસાના મૌલાના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ હરકતમાં આવેલી દાદરા નગર હવેલી પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર મૌલાનાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

બાવીસા ફળિયામાં માત્ર છોકરીઓ માટેનું જ મદરેસા છે જેમાં છેલ્લા 4 વર્ષથી આ સગીરા અભ્યાસ કરતી હતી. મદરેસામાં મોટાભાગનો સ્ટાફ મહિલા છે પરંતુ તેનો મૌલાના પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો રહેવાસી શેખ મહંમદ તારીક છે. બે દિવસ અગાઉ મદરેસામાં અભ્યાસ કરતી બાળકીઓ આરામ કરી રહી હતી એ વખતે મૌલાનાએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

સગીરાએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવતા તેમણે હવસખોર મૌલાના શેખ મહમદ તારીક વિરુધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ તેના પર દુષ્કર્મ આચરાયું હોવાની પુષ્ટી થતા મૌલાના શેખ મોહમ્મદ તારીકની ધરપકડ કરી છે.

ફરિયાદ પ્રમાણે બનાવના દિવસે મૌલાનાએ પીડિતાને પોતાનું માથું દુખતું હોવાનુ જણાવીને સગારીને માથામાં તેલ નાખવાના બહાને બોલાવી હતી. ત્યાર બાદ તેના મોઢામાં દુપટ્ટો દબાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પીડિતાને બે દિવસ ગોંધી પણ રાખી હતી. પીડિતાના પરિવારજનો હવે હવસખોર મૌલાનાને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે.

આરોપી મૌલાના શેખ મહંમદ તારીક મદરેસામાં જ રહેતો હતો. હોસ્ટેલ જેવી સુવિધા ધરાવતી આ મદરેસામાં રહેતી બાળકીઓને ધર્મનું જ્ઞાન આપતો હતો. મૌલાનાના કરતૂતો જાણવા માટે અન્ય બાળકીઓને પણ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરવામાં આવે તે જરૂરી છે.

(અહેવાલઃ માનવ ઠાકોર)

Your email address will not be published. Required fields are marked *