મૌલવીને પોલીસે પકડી વધુ પુછપરછ હાથ ધરી, કિશન ભરવાડની હત્યા એક ષડયંત્ર હતું
ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડરના તાર હવે મુંબઈ પહોંચ્યા છે. મુંબઈ અને અમદાવાદના બે મૌલાનાની ભુમિકા સામે આવી છે. આ કેસમાં ત્યારસુધી 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેઓની પુછપરછમાં આ વિગત સામે આવી છે. હત્યા માટે અમદાવાદના એક મૌલવીએ રિવોલ્વર આપી હોવાનું સામે આવ્યું છે. અને ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી યુવાનના પરિવારજનોને સાંત્વના આપવા ધંધુકા ગયા હતા મૃતકના પરિવારને સાંત્વના આપતા કહ્યું કે અમે તમારી સાથે જ છીએ. કિશનના હત્યારા ઝડપાઈ ગયા છે. માત્ર હત્યારાને પકડવાનું નહીં પરંતુ આ કેસમાં તમામ શક્તિઓને કામે લગાડી દેવામાં આવી છે. અલગ-અલગ એંગલથી જેટલા પણ સંડોવાયેલા છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે. કિશનની હત્યા કોઈ સામાન્ય હત્યા નથી. છેલ્લા બે દિવસથી અમારો હેતુ છે કે તમામ નેતાઓ આ ઘટનાના તળિયે જઈને તેની પાછળના તમામ કારણો શોધી કાઢે. ભવિષ્યમાં અમે એક એવો દાખલો બેસાડશું જે કોઈ યુવાન સામે આંખો ઉંચી કરીને જોઈ ન શકે. હું અંગત રીતે આ કેસનું નિરીક્ષણ કરી રહ્યો છું.. બીજીતરફ પરિવારજનોએ હત્યારોઓને ફાંસીની માંગ કરી છે.

આ મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. એસઓજી, એલસીબી અને લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસમાં લાગી છે. ડીવાયએસપી રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ કરાઇ રહી છે. ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવક યુવકની હત્યા કરાઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધ આપવામાં આવ્યું હતું. સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે.આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ ધંધુકા પહોચ્યાં હતા અને મૃતકના સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે મિટિંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે, યુવાને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. હત્યાના પગલે અત્યાર સુધીમાં પોલીસે 10 વધુ શકમંદોની ધરપકડ કરી છે.તમામ શકમંદો ની હાલ પૂછપરછ ચાલી રહી છે.
મરનાર કિશન ભરવાડ નામના માલધારી યુવકની 20 દિવસની દીકરી છે. જેનું મોઢું પિતા જુએ તે પહેલા જ હત્યા થતાં નોંધારી બની છે. સમાજના એક વ્યક્તિએ બાળકીની તમામ જવાબદારી લીધી છે. આ મામલે આજે રાણપુર શહેરમાં હિન્દૂ સમાજ દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેથી રાણપુર વેપાર ધંધા સજ્જડ બંધ રહ્યા હતા. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. શાંતિ પૂર્ણ રેલી યોજાય તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

દરમ્યાનમાં આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા પહોંચી ગયા હતા અને ભરવાડ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. ગૃહપ્રધાને ન્યાય અપાવાની સંપૂર્ણ ખાતરી આપી છે. ગૃહપ્રધાને ધંધુકામાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વર્ગસ્થ કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ મૃતકના ગામ ચચાણા પહોંચ્યા હતા. પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા અને વીએચપીના ગુજરાત પ્રમુખ રણછોડ ભરવાડ પણ પહોંચ્યા હતા. હર્ષ સંધવીએ પરિવારજનોની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 20 દિવસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, એક મૌલવીએ હત્યા માટે યુવાનોને રિવોલ્વર આપી હતી, તેની અટકાયત કરી લેવામાં આવી છે, તમામ દિશામાં તપાસ ચાલી રહી છે, આ ઉપરાંત હત્યા કરનાર બે યુવાનોને પકડી લેવાયા હોવાનું પણ તેમણે કહ્યું છે,
મૃતક યુવકના નામે પ્રતિમા બનાવવાની માંગ:
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ સહિત અનેક આગેવાનો મૃતકોના પરિવારજનોને મળવા ધંધુકા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી. મૃતક યુવાન કિશને સમાજ માટે નહીં પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન વ્યર્થ ન જાય તે માટે યુવાન અમર રહે તેવી માંગણી કરવામાં આવી છે. ધંધુકામાં કિશનના નામે રોડ બનાવવામાં આવે અને તેમની પ્રતિમા બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.