ગુજરાતમાં મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ પ્રથમ મહિલા રેસ્ટોરન્ટ શરૂ કરી; ગામની 28 મહિલાઓને રોજગાર મળ્યો

| Updated: July 1, 2022 9:18 am

મહિલા સશક્તિકરણને સમર્થન આપવાના પગલે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ 30 જૂને ગુજરાતના એકતા નગરમાં તેની પ્રથમ મહિલા રેસ્ટોરન્ટ શરૂ કરવાની જાહેરાત કરી. નવી રેસ્ટોરન્ટ વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ અને મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાના ફ્રેન્ચાઇઝ પાર્ટનર દ્વારા સંચાલિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં સ્થિત છે. વેસ્ટલાઇફ ડેવલપમેન્ટે નજીકના ગામોની 28 મહિલાઓને રોજગાર આપ્યો હતો. વેસ્ટલાઇફના આ નવા લોન્ચ સાથે, વેસ્ટલાઇફ હવે ગુજરાતમાં 45 મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ ચલાવે છે.

વેસ્ટલાઈફ ડેવલપમેન્ટના એમડી સ્મિતા જાટિયાએ જણાવ્યું કે, પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભૂમિ પર એકતા નગરમાં અમારી સૌપ્રથમ મહિલા કર્મચારીની આગેવાની હેઠળની રેસ્ટોરન્ટ શરૂ કરવી એ અમારા માટે સન્માનની વાત છે. અમે માનીએ છીએ કે આ પહેલ અમને વિવિધતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરવા સક્ષમ બનાવશે અને પ્રદેશમાંથી વધુ મહિલાઓને વર્કફોર્સમાં લાવીને સમાવેશ તેમજ સમુદાયોને પ્રોત્સાહન આપવું,”

આ રેસ્ટોરન્ટનું સંચાલન કરતી મહિલા ક્રૂને તમામ જરૂરી સલામતી, સ્વચ્છતા અને અન્ય રેસ્ટોરન્ટ પ્રક્રિયાઓ પર FSSAI માર્ગદર્શિકા અનુસાર તાલીમ આપવામાં આવી છે.

વેસ્ટલાઈફ ડેવલપમેન્ટ તેની પેટાકંપની હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભારતના પશ્ચિમ અને દક્ષિણ બજારોમાં મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ્સની માલિકી અને સંચાલન માટેની ફ્રેન્ચાઈઝી ધરાવે છે. તે પ્રદેશના 47 શહેરોમાં 326 મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે.

આ પણ વાંચો: મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા તેમના મેનુમાં એલર્જન અને પોષક માહિતી પ્રદર્શિત કરશે

Your email address will not be published.