મેઘાએ ગુજરાતમાં બોલાવી રમઝટ, આગાહીના પગલે તંત્ર એલર્ટ

| Updated: July 7, 2022 9:32 am

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે રાજયના ધણા વિસ્તારોમાં NDRFની 9 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.આજ સવાર સુધીની વરસાદની વાત કરવામાં આવે તો 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે.આગામી 12 તારીખ સુધી હજુ વરસાદી માહોલ રહેશે જેને કારણે સરકાર દ્રારા પણ તૈયારી કરી દેવામાં આવી છે.દરેક જિલ્લામાં મોનસુન રૂમથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

NDRFની ટીમ કયાં કયાં તૈનાત કરી દેવાઇ છે

વલસાડમાં 1, સોમનાથમાં 1, ભાવનગરમાં 1, બનાસકાંઠામાં 1 ટીમ, નવસારીમાં 1, સુરતમાં 1 ,રાજકોટમાં 2 NDRFની ટીમ, પોરબંદરમાં 1 SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ

કાલથી આજ સુધીમાં વરસાદે 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે.સૌથી વધારે કોડીનારના સૂત્રાપાડામાં 6.25 ઇંચ વરસાદ પડ્યો હતો.જેના કારણે એ વિસ્તાર પાણી પાણી થઇ ગયો હતો.ધણા લોકોના ધરમાં પણ પાણી ધૂસી ગયા હતા.વધુ વરસાદના કારણે માનવજીવન પર અસર જોવા મળી હતી.

આજે કયાં આપવામાં આવી છે આગાહી

જુનાગઢ,ભાવનગર, સુરતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવીછે.અમરેલી,દ્વારકા,તાપી,ડાંગ,કચ્છ, મોરબી પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાબડતોબ મીટિંગ

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર પ્રિપેડનેશ અંગે વહીવટીતંત્રની કામગીરી -આગોતરા પગલાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. પોતાની તરફથી કેટલુક માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

Your email address will not be published.