પીએમ મોદી દ્વારા પ્રાપ્ત સ્મૃતિચિહ્નોની વડોદરામાં 1.5 કરોડમાં હરાજી થઇ

| Updated: October 8, 2021 3:01 pm

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કાર્યાલયમાં 20 વર્ષની ઉજવણી નિમિત્તે વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પીએમ મોદીને તેમના વડાપ્રધાન તરીકેના વર્તમાન કાર્યકાળ દરમિયાન મળેલા સ્મૃતિચિહ્નોની હરાજી કરી હતી, આ રકમનો ‘નમામી ગંગે’ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે.

વડોદરા શહેરની એક હોટલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં, સરકારી પોર્ટલ માં વર્ચ્યુઅલ ડિસ્પ્લે પર રહેલા સ્મૃતિચિહ્નો માટે સમર્થકોએ બોલી લગાવી હતી. જેમાં ભાજપના નેતાઓ અને પક્ષના શુભેચ્છકોએ 1.5 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

ભાજપના ઇકોનોમિક એન્ડ બિઝનેસ સેલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને પક્ષના નેતાઓ, જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કીયુર રોકડિયા, શહેર એકમના પ્રમુખ ડો.વિજય શાહ, ધારાસભ્યો યોગેશ પટેલ અને સીમા મોહિલે તેમજ અન્ય નેતાઓએ બીડ કરી હતી. ભાજપ તરફથી બહાર પાડવામાં આવેલા એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “ઇવેન્ટ માટે લગભગ 1,000 વ્યક્તિઓએ નોંધણી કરાવી હતી અને ગુરુવારે લગભગ 100 લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને કુલ 80 સ્મૃતિચિહનો માટે બોલી લગાવી હતી.”

શાહે પીએમ મોદીના સિલુએટ અને સહી સાથે પારદર્શક એક્રેલિક ગ્લાસ ફોટો ફ્રેમ માટે સૌથી વધુ 1.09 લાખ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે સાંસદ રંજન ભટ્ટે 29,000 રૂપિયામાં પ્રધાનમંત્રીની શાલ લીધી હતી. CREDAI ના પરિતોષ શાહે 55,000 રૂપિયાની અન્ય ફોટો ફ્રેમ ખરીદી હતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિષેક નાગોરીએ 71,000 રૂપિયાની ખરીદી કરી હતી.

Your email address will not be published. Required fields are marked *