દહેજના કેસની ધમકીથી ડરી ગયેલા વેપારીએ 11 મા માળેથી પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કર્યો

| Updated: May 13, 2022 1:30 pm

સોલામાં વેપારીએ તેની પત્ની, સાળી, સસરા અને અન્ય વ્યક્તિ પાસેથી 12 લાખ 2.50 ટકાના વ્યાજે લીધા હતા. નાણાં અંગે છેલ્લા પાંચ વર્ષથી વ્યાજ આપતો હતો પરંતુ ધંધો ઓછો થતાં વ્યાજ ન આપી શકતા સાસરીયા દહેજ અંગે ફરિયાદ નોધાવવાની ધમકી આપતા હતા. જેથી કંટાળી વેપારીએ 11મા માળેથી પડતુ મુકી આપઘાતની કોશીષ કરી હતી. સુસાઇટ નોટ મળી આવતા આ અંગે સોલા પોલીસે સાસરીયા વિરુધ્ધ ગુનો નોધ્યો હતો.

સોલા સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા સિલ્વર ક્રિસ્ટ બંગ્લોઝમાં કમલેશ નારણભાઇ પટેલ (ઉ.59) પરિવાર સાથે રહે છે. કમલેશભાઇ સાણંદ ખાતે ઇલેક્ટ્રીક મોટર્સની દુકાન ધરાવી વેપાર કરે છે. મોટો દિકરો ધ્રુવ તેની પત્ની રિપલ ઉર્ફે રિન્કુ, દિકરી આર્યા સાથે ફોર્ટ ટુ પાર્ક એવન્યુ ખાતે ભાડાના મકાનમાં રહે છે. ગત 6 મેના રોજ કમલેશભાઇ ઘરે હાજર હતા આ સમયે તેમને જાણ થઇ કે મોટા દિકરા ધ્રુવને ઘરેથી હોસ્પિટલ લઇ જાય છે. પરિવાર પણ હોસ્પિટલ પહોચ્યો હતો. ત્યા જાણવા મળ્યું હતુ કે, ધ્રુવ અગીયારમા માળેથી પડીને આત્મહત્યાની કોશીષ કરી હતી પરંતુ તેમને શરીરના અન્ય ભાગે ફેક્ચર થયા હતા.

ગત 7 મેના રાજ ઘ્રુવનો મોબાઇલ એક્ટીવાના ડેકીમાંથી મળ્યો હતો. ફોનમાં એક ચીઠ્ઠીના ફોટા મળ્યા હતા. તેમાં લખ્યું હતુ કે, રીન્કુના પરિવારના સભ્યો માત્રને માત્ર પૈસાના સબંધ રાખે છે. મે તેમની પાસેથી લીધેલા પૈસા તથા રિન્કુ પાસેથી તથા તેની બહેન કામીની, સસરા મહેન્દ્ર પાસેથી વ્યાજેથી પૈસા લીધા હતા. છેલ્લા પાંચ વર્ષથી વ્યાજ આપતો અને એટલું આપતો કે મૂડી કરતા વધી જાય તેટલા પૈસા આપ્યા હતા.

અત્યાર ધંધો બંધ હોવાથી પૈસા ન હોવાથી રિન્કુને વાત કરી હતી પરંતુ તેણે પૈસાની માંગણી કરી હતી. આમ સાસરીયા અને નિમેશ શાહનું પૈસા માટે દબાણ હોવાનુ ચીઠ્ઠીમાં લખ્યું હતુ. જો પૈસા નહી આપો તો દહેજનો ખોટો કેસ કરી દઇશું તેથી આ ત્રાસથી ધ્રુવએ આ પગલુ ભર્યું હતુ. આમ સાસરીયા પાસેથી 10-12 લાખ રુપિયા 2.50 ટકાના વ્યાજે લીધાહતા. આ અંગે સોલા પોલીસ ગુનો નોધ્યો હતો. સોલા પોલીસે અગિયારમા માળેથી પડતુ મુકનાર ઘ્રુવનુ ડીડી પણ લેવડાવ્યું હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.