નાણાભીડનો ભોગ બનેલા વેપારીનો વેપારીઓના ત્રાસથી આપઘાત

| Updated: April 27, 2022 4:32 pm

અમદાવાદઃ કોરોનાએ ગરીબ માનવી તો ઠીક વેપારીઓને પણ છોડ્યા નથી. કોરોનાએ ભલભલાના ધંધાપાણીને ફટકો માર્યો છે. અમદાવાદના એક વેપારી વિજય જીનગરભાઈની જ આવી સ્થિતિ થઈ છે. નાણાભીડની સાથે વેપારીઓના ટોર્ચરથી કંટાળીને વેપારીએ આત્મહત્યાનું પગલું ભરવાની ફરજ પડી છે. પોલીસને આ અંગે આત્મહત્યા ચિઠ્ઠી મળી આવતા તેણે 11 વેપારીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આમ અમદાવાદમાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન પર વેપારીઓના ત્રાસથી વેપારીઓએ જીવન ટૂંકાવ્યાનો બનાવ જોવા મળ્યો છે. મૃત્યુ પામનારા વેપારીએ તેની અંતિમ ચિઠ્ઠીમાં તેના મોત માટે જવાબદાર બધા વેપારીઓના નામ પણ લખ્યા હતા. તેણે આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે 60થી 70 ટકા રૂપિયા વેપારીઓને ચૂકવ્યા હોવા છતાં પણ તેના પર આ 11 વેપારીઓએ અસહ્ય ત્રાસ વરસાવ્યો છે.

વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનારા વેપારીઓ સામે મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ ટી દેસાઈ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના વેપારી વિજય જીનગરભાઈએ તેમની આત્મહત્યા પૂર્વેની અંતિમ ચિઠ્ઠીમાં મુંબઈ અને અમદાવાદના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ નરેશ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજયભાઈ, દીપકભાઈ, અસલમભાઈ, કમલેશભાઈ, ઋષભ ભાઈ, વિક્રમ નામના વેપારી પર આક્ષેપ કર્યો છે. તેમા મૃતકને માર મારવો, અપશબ્દો કહેવા, કોરા કાગળો પર સહી કરાવી લેવી, રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ ખોટા કેસોની ધમકી આપી માનસિક રીતે હેરાન કરવાનો સમાવેશ થાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અહીં ઉલ્લેખનીય વાત એ છે કે રૂપિયાની ઉઘરાણી માટે પહોંચેલા વેપારી વિનય અગ્રવાલ એ ધમકી આપી હતી કે તેની સાથે આવેલો વ્યક્તિ રૂપાણી સાહેબનો ભત્રીજો છે….અને હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ઓળખું છું તેમ કહી માર મારી અપહરણ કરવાની અને હાથ પગ તોડવાની ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે….જે મામલે હવે પોલીસે તમામ બાબતો પર તપાસ શરૂ કરી છે.  ત્યારે આવનાર સમયમાં આરોપીઓ પકડાયા આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે.

Your email address will not be published.