સુરત ;સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ નેશનલ સમીટ-2022 : ‘મેન્સ્ટ્રુઅલ પ્યોર ક્બ્સ’નો સંદેશો

| Updated: April 19, 2022 6:22 pm

આજના ટેક્નોલોજી યુગમાં અનેક નવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમયે મહિલાઓ માટેના માસિક સ્ત્રાવ(પિરિયડ્સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધન ઉપલબ્ધ ન હતા.તેમજ માસિક દરમિયાન મહિલાઓને ખૂણો પાળવો પડતો એટલે કે એકાંતમાં રહેવું પડતું હતું, પરંતુ વર્તમાન સમયમાં સમજણ અને સાધનોના અવિષ્કાર સાથેની ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ વિસ્તારોમાં સારી એવી જાગૃતા આણી હતી. જેને કારણે પેડની ખપત વધી હતી પરંતુ તેની કિંમત પણ વધુ હોવાથી આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતી મહિલાઓને તે પેડ પણ પોસાતુ નથી.

પેડના વિકલ્પ રૂપે હાલમાં ‘મેન્સ્ટ્રુઅલ પ્યોર ક્બ્સ’ બજારમાં આવી પહોંચ્યા છે જે મહિલાઓને વાર્ષિક રૂ.20 હજારથી વધુની બચત કરાવે છે.તેમજ આ કબ્સ રી-યુઝેબલ, વોશેબલ, ફલેક્સિબલ અને દસ વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.આ ઉપરાંત આ કબ્જ દ્વારા મહિલાઓ દ્વારા કરવામાં આવતી સ્વિમિગ, સાઇકલિંગ અને રનિંગ જેવી અનેક પ્રવૃતિઓમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે. ત્યારે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરતના સરસાણા ખાતે સ્માર્ટ સિટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સથી સલગ્ન બનાવવામાં આવેલ પેવેલિયનમાં રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટીનું વિઝન વધારવા સમિટમાં મુખ્ય પાંચ થીમ્સ એટલે કે પબ્લિક સ્પેસ, ડિજિટલ ગવર્નન્સ, ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ, ઈનોવેશન અને સ્માર્ટ ફાઇનાન્સના વિવિધ પ્રોજેક્ટના મોડેલની કૃતિઓ પ્રદર્શિત કરાઈ હતી.

સેલિંગ કરનાર પૂજા ઠક્કરનું કહેવું છે ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ દ્વારા મંજૂર 100% મેડિકલ ગ્રેડ પ્યોર કબ્સ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ છે, જે જર્મનીથી આયાત કરાતા સિલિકોનમાંથી બનાવવામાં આવે છે, પ્યોર કપ ઝેર અને લેટેક્સ મુક્ત છે જેનો ઉપયોગ તમામ ઉંમરના કિશોરીઓ અને મહિલાઓ કરી શકે છે. તે નાના, મધ્યમ અને મોટા કદના તથા લાલ, ગુલાબી અને પારદર્શક (ટ્રાન્સપેરેન્ટ) કલરમાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય સિલિકોન, રબર કે લેટેક્સથી બનેલી નાની કપના આકારની વસ્તુ મહિલાઓના જીવનમાં ધીરે-ધીરે સેનિટરી પેડની જગ્યા લઈ રહી છે. તેની પાછળનું કારણ એ પણ છે કે પેડ માત્ર એક જ વખત ઉપયોગમાં લેવાય છે. જ્યારે મેન્સ્ટ્રુઅલ કબ્સ ટકાઉ હોય છે તેમજ માસિક સ્રાવ દરમિયાન પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક રસાયણો શરીરથી દૂર છે અને મહિલાના જનનાંગમાં કોઈ તકલીફ પેદા કરતું નથી. જેના કારણે પણ તે વધુ પ્રચલિત છે

તબીબોની સલાહ પ્રમાણે ‘મેન્સ્ટ્રુઅલ કબ્સ’નો સૌથી મોટો ફાયદો એ છે કે તે એક સ્થાયી પ્રકૃતિની વસ્તુ છે. એક કબ્સ ત્રણથી લઈને દસ વર્ષ સુધી ચાલે છે. તેનો વધુ એક ફાયદો એ છે કે તેના દ્વારા બનતું વેક્યૂમ લોહીને હવાના સંપર્કમાં આવવા દેતું નથી, જેથી આ દરમિયાન અંતઃવસ્ત્રોમાંથી ગંધ આવતી નથી.

(અહેવાલ : મયુર મિસ્ત્રી)

Your email address will not be published.