હવામાન વિભાગે વરસાદને લઇ કરી આ આગાહી, આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ

| Updated: August 2, 2022 11:45 am

હવામાન વિભાગ દ્રારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે કે છેલ્લા 5 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે.આ સાથે રાજયમાં કોઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.વરસાદની હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ભારે વરસાદ પડશે નહી.

જુલાઇ મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો.જેના કારણ નદીઓ નાળાઓ ભરાઇ ગયા છે અને હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે.

અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.જેના કારણે નદી નાળાઓ અને દરેક જળાશયો પાણીથી છલકાઇ ગયા છે.આગામી સમયમાં જો હજુ પણ ભારે વરસાદ પડશે તો પાકને ભારે નુકશાની સેવાઇ રહી છે.જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.કારણે કે પાકને જો વધુ પડતું પાણી મળશે તો લીલો પાક સુકાઇ જશે.હવે જોવાનું રહ્યું કે આવાનારા દિવસોમાં કેટલો વરસાદ પડશે.

Your email address will not be published.