રેલવે બોર્ડનું હાઈકોર્ટમાં સોગંદનામુ : ગીર અભયારણ્યમાં રેલવે લાઈનને બ્રોડગેજ કરવાનો પ્લાન પડતો મુકાયો

| Updated: December 7, 2021 8:02 pm

ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં રેલવે બોર્ડ અને રાજ્ય સરકારે પોતાના સોગંદનામા રજૂ કર્યા હતા. રેલવે બોર્ડે સોગંદનામા દાવો કર્યો હતો કે વિસાવદરથી તલાલા વચ્ચેની રેલવે લાઈનને મીટર ગેજ બ્રોડગેજ કરવાનો પ્લાન રેલવે બોર્ડે મુલતવી રાખ્યો છે.

સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ અને અન્ય ઓથોરિટીની મંજૂરી ન મળે ત્યાં સુધી આ પ્લાનને પડતો મુકવામાં આવ્યો છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે રેલવે લાઇન મુદ્દે કોર્ટમાં રજૂઆત કરી છે કે આ અંગેનો પ્લાન મંજૂરી માટે વિચારણા હેઠળ છે.

રેલવે બોર્ડે દાવો કર્યો હતો કે ગીર અભયારણ્ય કે ઈકો સેન્સીટીવ ઝોનમાંથી પસાર થતી રેલવેની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક નિયત કરવામાં આવી છે અને રાત્રીના સમયે અભયારણ્ય વિસ્તારમાંથી ટ્રેન પસાર નહીં કરવા અંગેનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રેલવે વિભાગ તરફથી કોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે, અભયારણ્ય નજીકથી પસાર થતી ટ્રેનોને ધીમે ચલાવવા અને સતત હોર્ન વગાડવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જોકે રેલવે ટ્રેક પર સિંહો સાથે થતા અકસ્માત રાતના સમયે થાય છે જેથી ટ્રેક પર સિંહ ન દેખાય તેવું થાય છે ત્યારે રેલવે વિભાગ તરફથી ટ્રેક આસપાસ સાંકળનું ફેન્સિંગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

Your email address will not be published.