હિંમતનગરમાં જૂથ અથડામણ બાદ વણઝારાવાસના 50 પરિવારોનું સ્થળાંતર

| Updated: April 12, 2022 3:16 pm

રાજયના હિંમતનગરમાં રામનવમી નિમિતે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારે રાજય ગૃહ વિભાગ અને પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. જિલ્લામાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, ગત મોડી રાત્રે પણ ફરી એકવાર તોફાનો થયા હતા. જેમાં પેટ્રોલ બોમ્બનો ઉપયોગ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ સવારથી ત્યાં રહેતા 50થી વધુ પરિવારો બાળકો અને ઘરવખરી સહિત હિજરત કરી રહ્યા છે. હિંમતનગર એસપી ઓફીસ ખાતે આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, ડિજી લો એન્ડ ઓડર નરસિમ્હા કોમર અને રેન્જ આઈજી અભય ચૂડાસમા એસ પી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

હિંમતનગરમાં ગત મોડી રાત્રે ફરી એકવાર તોફાનો થતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં શાંતિ સમિતિની બેઠક કરી હતી. પરતું પોલીસની આ બેઠક બાદ પણ તોફાનો થતા પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. મોડી રાતે બનેલી ઘટના બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. શહેરમાં સવારથી સ્થાનિક 50થી વધુ પરિવારો બાળકો અને ઘરવખરી સહિત હિજરત કરી રહ્યા છે. હિંમતનગરમાં વણઝારાવાસમાં અથડામણ બાદ ભયનો માહોલ છવાયો છે.વણઝારા વાસમાં રહેતા લોકો મકાનોને તાળા મારીને અન્ય જગ્યાઓ પર જઇ રહ્યા છે. રાતે અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ છે.

પલાયન થવાની માહિતી મળતા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક હિંમતનગર દોડી ગયા હતા. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, ડિજી લો એન્ડ ઓડર નરસિમ્હા કોમર અને રેન્જ આઈજી અભય ચૂડાસમા એસ પી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

તો બીજી બાજુ ઘરમાં તોડફોડ કરીને માલસામાનની ચોરી થઈ હોવાનો પણ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વણઝારા વાસના લોકોનું કહેવું છે કે, રાત્રે ચાંદનગર અને હસનગરના લોકોએ હુમલો કર્યો હતો.ચાંદનગર અને હસનગરના વિસ્તારમાંથી ટોળું આવ્યું અને પેટ્રોલ બોમ્બ ફેંકીને બે ઓરડીઓ સળગાવી દીધી હતી. અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે 50 જેટલા પરિવાર આવાસ છોડીને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. હાલમાં પોલીસે તેઓને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વણઝારા વાસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રાતે હુમલો કરનારા લોકોને શોધી તેઓની અટકાયત કરવાની પણ શરૂ કરવામાં આવી છે.

Your email address will not be published.