નકલી પોલીસ બની આવાસ યોજનાના મકાનો વેચવાના અને ખરીદવાના મસમોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કરી નાંખ્યો છે, આરોપીઓની પુછપરછમાં અત્યાર સુધી સાત જેટલા મકાનો ખાલી કરાવી વેચવાના આ રેકેટમાં યુપીથી મુખ્ય સુત્રધારની ધરપકડ કરવામાં આવી છે.
આવાસ યોજના મકાન નામે ઠગાઈ કરનાર મુખ્ય આરોપી મોહમ્મદ ફૈઝ મોહમ્મદ નીયાઝ શેખ અને જફરખાન ઉર્ફે જફર બાટલી જબ્બાર ખાન પઠાણ પોલીસની પકડમાં આવી ગયા છે. આ આરોપીએ ગરીબોના પૈસા લઈ મકાન આપવાના સપના બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે.
આરોપી મોહમ્મદ શેખે નકલી પોલીસ અધિકારી બનીને રખિયાલના આવાસના મકાનોને સસ્તા ભાવે આપવાનું કહી ગરીબો પાસેથી કરોડો રૂપિયા સેરવી લીધા હતા. મુખ્ય આરોપી મોહમ્મદ શેખ આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા માટે રખિયાલમાં રહેતા લુખ્ખા તત્વો અને આગેવાનોને સાથે રાખતો હતો. લુખ્ખા તત્વો અને આગેવાનોને મકાન ખાલી કરવવા બદલ કમિશન આપતો હતો. આવી જ રીતે આરોપી જફરખાન પઠાણને મકાન ખાલી કરાવવા માટે કમિશન નક્કી કર્યું હતું જેણે 7 થી વધુ મકાન ખાલી કરાયા હતાં.
મુખ્ય આરોપી મોહમંદ શેખની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી કોર્પોરેશનમાંથી ખાલી મકાનોનું લીસ્ટ મેળવી લેતો હતો. જેમાં રખિયાલ આવાસના 270થી વધુ મકાનમાં 36 મકાનો ખાલી હતાં. જે ખાલી મકાનમાં રહેતા લોકોને ખોટી નોટિસો ફટકારી અને લુખ્ખા તત્વોને સાથે રાખીને મકાન ખાલી કરાવતો હતો. અગાઉ પકડાયેલ આરોપી મહોમ્મદ શહીદ અને દુર્ગા ગોસ્વામી તથા નાઝીયા અંસારી નકલી કોર્પોરેશનના અધિકારી બનીને ગરીબોને ડરાવતા હતા. જે બાદ પકડાયેલ જફરખાન પઠાણ પોતાના માણસો મોકલી મકાન ખાલી કરાવતો હતો. જે 10 લાખના મકાનો સસ્તા ભાવમાં આપી ગરીબો સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયા હતા.