ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના મજુરામાં આવેલ સુમન આવાસ ખાતે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આવાસની મહિલાઓએ ગંદકીને લઈ ગૃહ રાજયમંત્રીને રજૂઆત કરી હતી. ગંદકીને લઈ તેઓએ મહિલાઓને કહ્યું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ પણ વ્યક્તિ ગંદકી કરવાની તાકાત નહીં રાખે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચતા મહિલાઓ દ્વારા ગંદકીને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, આવાસમાં માવાની પિચકારીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને કીધું કે, હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન પણ આપ્યું હતું.
પુરૂષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે મહિલાઓ કહ્યું હતું કે, પુરૂષોને કંઈ કહીએ તો ગુસ્સો કરવામાં આવે છે. જેને લઈને હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન આપતા કહ્યું કે કોઈ તમને હેરાન કરે કે કંઈ કહે તો મને ફોન કરજો. આવાસમાં ગ્રાઉન્ડને લઈને પણ રહીશો દ્વારા કંઈક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ત્યારે હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ટ આપી હતી.