ચાંદખેડામાં પિતા વગરની યુવતીને યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

| Updated: May 17, 2022 9:32 pm

ચાંદખેડામાં પિતા વગરની માતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સાબરમતીના યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. આખરે યુવતીએ લગ્નની વાત કરતા યુવકે દુષ્કર્મ કરવા જ તારા સાથે સબંધ રાખ્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી યુવતીને લાગી આવતા તેણે આપઘાતની કોશીષ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં 19 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને શહેરની એક કોલેજમાં બી.કોમ તેમજ સીએનો અભ્યાસ કરે છે. યુવતીના પિતા કોરોનાની બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. તેથી તે તેની માતા સાથે રહે છે. દરમિયાનમાં વર્ષ 2019ની સાલમાં ફેનિલ રામચંન્દ્ર વાઘેલા (રહે.952-2 હરીજન વાસ, કમલ સિનેમા સામે, રામનગર, સાબરમતી) સાથે પરિચય થયો હતો. દરમિયાનમાં મિત્રતા થઇ અને પ્રેમસબંધ બંધાયો હતો. તેણે લગ્ન કરવાની વાત કરી બાહેધરી આપી હતી. તેથી ફરવા જતાં અને હોટલમાં જતાં હતા. ફેનિલના ઘરે કોઇ ન હોય તો તેના ઘરે પણ બોલાવતો અને તેના ઘરે પણ યુવતી જતી હતી.

ગત 9 જુલાઇ 2021ના રોજ ફેનિલે યુવતીને ઘરે વાતો કરવા બોલાવી હતી અને યુવતી ઘરે ગઇ એટલે લગ્નની લાલચ આપી ફેનિલે બળજબરી પુર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં ફરી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. ચાંદખેડાની હોટલ અંજલીમાં લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. દરમિયાનમાં 2022માં લગ્નની વાત કરતા તેને બીજી છોકરી સાથે પ્રેમ હોવાનું જણાવી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તારી પર દુષ્કર્મ કરવા માટે જ લગ્નની લાલચ આપી હતી.

દરમિયાનમાં ફેનિલની આવી વાતોથી મનમાં લાગી આવતા યુવતીએ ઘરે પડેલી ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતની કોશીષ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. જોકે હજુ સુધી પોલીસને આરોપીની ભાળ મળી નથી.

Your email address will not be published.