નરોડાની 41 વર્ષીય મહિલાને ગોતાના 25 વર્ષીય યુવકે વેપાર કરવાના બહારને પાંચ લાખ લીધા હતા. બાદમાં તેની સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરી મહિલા પાસે ફરી 10 લાખ પડાવ્યા હતા. આમ દુષ્કર્મ આચરી વિડીયો આધારે બ્લેકમેઇલ કરી 15 લાખ પરત આપ્યા ન હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોધી 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં 41 વર્ષીય પરિણીત મહિલા પરિવાર સાથે રહે છે. મહિલા ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી છે. વર્ષ 2020માં મહિલાને ગોતામાં રહેતા રાજ મહેશભાઇ પટેલ (ઉ.25), તેનો મિત્ર ઘનશ્યામ પટેલ અને રાજની બહેન વિધી મહેશભાઇ પટેલ સાથે મુલાકાત થઇ હતી. દરમિયાનમાં વેપાર કરવા બાબતે ત્રણ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. નરોડાની મહીલાએ સાથે વેપાર કરવા માટે સહમતી દર્શાવી 5 લાખ રુપિયા આપ્યા હતા. આ દરમિયાનમાં મહિલા અને રાજ પટેલના પરિવારીક સબંધો વધુ મજબુત બનવા લાગ્યા હતા. મહિલા અને રાજ એક બીજાના ઘરે જતા થઇ ગયા હતા.
આ સમયે મહિલાને રાજે ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતુ અને તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં મહિલા પાસે વધુ 10 લાખ રુપિયા ધંધાના નામે બળજબરીથી લઇ લીધા હતા. 10 લાખ નહી આપે તો તારો બિભત્સ વિડીયો તારા સબંધીઓને મોકલી આપવાનુ કહીને બ્લેકમેઇલ પણ કરી હતી. બાદમાં પૈસા પરત આપવાની બંને વચ્ચે વાતચીત થઇ હતી પરંતુ મહિલાને પૈસા પરત આપ્યા ન હતા. આ અંગે સોલા પોલીસ સ્ટેસનમાં રવિવારે ફરિયાદ નોધાઇ હતી.