અમદાવાદ સાબરમતી જેલ અવાર નવાર મોબાઇલ, ચાર્જર, સિમકાર્ડ સહિતની વસ્તુઓ મળતી રહે છે પરંતુ તે તપાસની ઉંડાણપૂર્વ તપાસ થતી નથી મોબાઇલ ક્યા માર્ગે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવે છે તે હંમેશા અકબંધ રહે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં સ્કવોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતુ જેમાં કાચા કામના આરોપી પાસેથી મોબાઇલ અને સિમકાર્ડ મળી આવ્યું હતું. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી નવી જેલ વિભાગ 2માં ઝડતી સ્કોર્ડે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં નવી જેલના સર્કલ યાર્ડ નંબર 10-22માં રહેલા કાચા આરોપી બ્રીજેશની અંગ ઝડતી થઇ હતી. જેમાં બ્રીજેશ પાસેથી એક મોબાઇલ તેના શરીરે બાંધેલો મળી આવ્યો હતો. જેમાં સીમકાર્ડ પણ મળી આવ્યું હતુ. મોબાઇલ ચાલુ હતો અને તે ચાર્જીંગ પણ હોવાથી ચાર્જ પણ તે ક્યાથી કરતા તે ઝડતી સ્કવોર્ડ શોધી શકી ન હતી. આ અંગે જયંતીભાઇએ રાણીપ પોલીસ સ્ટેશનમાં કાચા કામના કેદી બ્રીજેશ સામે ગુનો નોધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી સેન્ટ્રલ જેલમાં વારંવાર મોબાઇલ ફોન, સિમકાર્ડ સહિતની વસ્તુઓ વારંવાર પકડાય છે. જોકે મોટા ભાગની તપાસ એસઓજી પાસે હોય છે પરંતુ તેમાં મૂળ સુધી એજન્સી ન પહોચતા ચર્ચાનો વિષય બન્યો છે. મોટાભાગના કેસોમાં મોબાઇલ જેલમાં કેવી રીતે પ્રવેશે છે તે શોધી શકાતુ નથી કે શોધતા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.