અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યુ તે રીતે જ જોવામાં આવે છે. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચારની સમગ્ર ધુરા વડાપ્રધાને પોતાના હાથમાં લઈ લીધી છે. તેથી જ ગુજરાતમાં ફરી એક વખત કમળ ખીલવીને ભાજપનો શાસનકાળ 30 વર્ષ સુધી પહોંચાડવા માટે મોદીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ કાર્યક્રમના ભાગરૂપે જ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી દાહોદમાં 25 હજાર કરોડના વિકાસ કાર્યક્રમોની ભેટ ધરવાના છે. મોદી આજે દાહોદના વર્કશોપના આધુનિકીકરણ કરવાના 20 હજાર કરોડના કાર્યક્રમનો શિલાન્યાસ કરશે. આ અત્યાધુનિક વર્કશોપમાં 9 હજાર હોર્સપાવરના લોકોમોટિવનું ઉત્પાદન કરશે. આ એન્જિન માલગાડને પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે દોડાવશે, જે ભારતના રેલવે ઇતિહાસની અત્યંત મહત્વની બાબત કહી શકાય.
આ સિવાય વડાપ્રધાન પોતે દાહોદ જિલ્લાના આદિવાસી પ્રજાજનો માટે બીજા 21 હજાર કરોડના વિકાસ કાર્યક્રમોની ભેટ ધરશે. તેમા 1200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે અને વીસ હજાર કરોડથી વધારે રકમના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે.
જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોમાં આરોગ્ય, નિવાસ, વીજળી, રોજગારી, સલામતી સ્કીલ ડેવલપમેન્ટ, જળસંચયના કામો, રસ્તાઓ સહિતની પાયાની સગવડો સાથે દાહોદ જિલ્લામાં અમદાવાદ જેવા શહેરો જેવી સગવડો જોવા મળશે. તેમા આઇસીસી-આઇટીસી પ્રોજેક્ટ દાહોદને શહેર તરીકે એક નવા જ સ્તરે લઈ જશે. વડાપ્રધાનશ્રી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
મોદી દાહોદના ખરોડ ખાતે બે લાખથી પણ વધુની જનમેદનીને સંબોધશે. આ કાર્યક્રમ બપોરના ત્રણથી સાંજના પાંચ વાગે યોજાશે. દાહોદના અંતરિયાળ વિસ્તારમાં મોદી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે ઓક્સિજન પ્લાન્ટનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત તે મીરાખેડી ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય સુએજ પ્રોજેક્ટ અને સોલિડ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. નર્મદાના પાણી બધાને મળી રહે તે માટે હાફેશ્વર યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
He continues to be CM. He has not got out of that mentality, even as being PM. He must focus on serious national issues where India is going under, such as Human Development Index, Nutrition indices, Unemployment at all time high, and low economic growth that affect the whole nation.