મોદી સરકારનો નિર્ણય: ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મળી મંજૂરી, ગુજરાતી લોકોને મળશે આ લાભ

| Updated: January 6, 2022 7:01 pm

મોદી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.મોદી સરકાર દ્વારા ગુજરાતની સાથે આઠ રાજયોને ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે.

12000 કરોડના ખર્ચે 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈન નાખવામાં આવશે અને મોદીની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલીઝંડી અપવામાં આવી છે.

કુદરતી સંસાધનોમાંથી મળતી વીજળીને ગ્રીડ દ્વારા દેશના અનેક વીજળી સ્ટેશનોની મદદથી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે.ગુજરાત સહિત આઠ રાજયોમાં 10750 સર્કિટ કિલોમીટર લાઇનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, યુપી, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ કરવામાં આવશે અને ફેઝ-1નું લગભગ 80 ટકા કામકાજ પૂરુ થઈ ચૂક્યુ હોવાની જાહેરાત કરવામાં આવી છે.

ગ્રીન એનર્જી કોરિડોર યોજના સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી વીજળી પેદા કરવામાં આવશે અન અને કુદરતી રીતે વિજળી મળ્યા બાદ કોલસાનો ઉપયોગ પણ ધટી જશે તેવી વાત સામે આવી છે.લોકોને સસ્તા ભાવે વિજળી મળશે.

8 રાજ્યો તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર હવે તેનો કાર્યક્ષેત્ર વિસ્તારીને કોલસામાંથી ઉત્પન્ન પર્યાવરણને મહત્તમ લાભ મળી શકાશે

Your email address will not be published.