મોદીએ વિદેશી મહાનુભાવોને ભારતની સમૃધ્ધ પરંપરા દર્શાવતી કલાકૃતિઓ ભેટ આપી

|India | Updated: May 5, 2022 4:12 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન દેશોનાં ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન નોર્ડિક દેશોનાં વિવિધ મહાનુભાવોને ભારતનાં સમૃદ્ધ અને વિવિધતાસભર વારસાને દર્શાવતી કલાકૃતિઓની ભેટ આપી હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મોદીએ રાજકુમારી મેરીને બનારસની મિનાકારીવાળા પક્ષીની કલાકૃતિ, ડેન્માર્કનાં રાણી માર્ગરેથેને કચ્છનું રોગન આર્ટ પોઇન્ટિંગ અને ફિનલેન્ડનાં વડાપ્રધાનને રાજસ્થાની કલાનું બ્રાસ ટ્રી ભેટમાં આપ્યું હતું.

તેમણે રાજસ્થાનની કોફ્તગિરી કલા અને કચ્છ એમ્બ્રોઇડરી સાથેનું વોલપીસ અનુક્રમે નોર્વે અને ડેન્માર્કના વડા પ્રધાનોને ભેટ આપ્યું હતું. સ્વીડનનાં વડાપ્રધાનને પેપિયર મેચ બોક્સમાં જમ્મુ-કાશ્મીરની પશ્મિના સ્ટોલ ભેટમાં આપી હતી. મોદીએ ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિકને છત્તીસગઢની એક ધોકરા બોટ ભેટમાં આપી હતી, ધોકરા એ લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ ટેકનિકનાં ઉપયોગથી કરાતું નોન-ફેરસ મેટલ કાસ્ટિંગ છે, જે ભારતમાં 4,000 વર્ષથી વધુ સમયથી કરવામાં આવે છે.અધિકારીઓએ નોંધ્યું હતું કે, સ્થાનિક અને વિદેશી બજારોમાં આ પરંપરાગત કલાકૃતિઓની ભારે માંગ છે.

રોગન પેઇન્ટિંગમાં મેટલ બ્લોક (પ્રિન્ટિંગ) અથવા સ્ટાયલસ (પેઇન્ટિંગ)નો ઉપયોગ કરાય છે. ગરમ કરેલા તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલાં રંગથી તેના પર ડિઝાઇન કરવામાં આવે છે. 20મી સદીના અંતમાં આ હસ્તકલા લગભગ મૃતપાય થઇ ગઇ હતી.

બનારસ મીનાકારી બનારસ (વારાણસી)માં પ્રચલિત ચાંદીનો ઢોળ ચડાવવાની લગભગ 500 વર્ષ જૂની કલા છે અને તેના મૂળ મીનાકારીની પર્શિયન કળામાં છે. તેમણે જમાવ્યું હતું કે ટ્રી ઓફ લાઇફ, જીવનના વિકાસનું પ્રતીક છે, અને આ હાથથી બનેલું વોલ પીસ પિત્તળનું બનેલું છે અને તે ભારતની ઉત્કૃષ્ટ કારીગરી અને સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ છે.વૃક્ષના મૂળ પૃથ્વી સાથેના જોડાણનું ,પાંદડા અને પક્ષીઓ જીવનનું અને કેન્ડલ સ્ટેન્ડ પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે.

ધાતુ પર તરકાશી અથવા કોફ્ટગિરી એ શસ્ત્રો અને બખ્તરને સુશોભિત કરવાની રાજસ્થાનની પરંપરાગત કળા છે. આજે તેનાથી પિક્ચર ફ્રેમ્સ, બોક્સ, વોકિંગ સ્ટિક્સ,તલવાર, ખંજર અને કવચ જેવી યુદ્ધની એસેસરીઝ જેવી વસ્તુઓ પર કરવામાં આવે છે.

કચ્છ એમ્બ્રોઇડરી એ ગુજરાતના કચ્છ જિલ્લાના આદિવાસી સમુદાયની હસ્તકળા અને ટેક્સટાઇલ સિગ્નેચર આર્ટ પરંપરા છે, તેની સમૃદ્ધ ડિઝાઇન સાથેની એમ્બ્રોઇડરીએ ભારતીય એમ્બ્રોઇડરી પરંપરાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વૈભવ અને લાવણ્યનાં પ્રતીક સમાન કાશ્મીરી પશ્મિના સ્ટોલ્સ પ્રાચીનકાળથી તેમની દુર્લભ સામગ્રી, ઉત્કૃષ્ટ કારીગરી અને ડિઝાઇન માટે જાણીતી છે. આ સ્ટોલ્સ જે હૂંફ અને નરમાશ આપે છે તે અજોડ છે.
2 મેથી જર્મની, ડેન્માર્ક અને ફ્રાંસના ત્રણ દિવસના પ્રવાસ પર મોદી ગુરુવારે ભારત પરત ફરતા પહેલા પોતાના રોકાણ દરમિયાન વિશ્વના આઠ નેતાઓને મળવાના છે

Your email address will not be published.