દિવાળી અગાઉ વડાપ્રધાન મોદી બ્રિટનની મુલાકાતે જશેઃ કોરોના બાદ ત્રીજી વિદેશયાત્રા

| Updated: October 16, 2021 12:16 pm

સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન જઈ રહ્યા છે. પીએમની આ મુલાકાત માટે જોરદાર તૈયારીઓ ચાલુ છે.

નરેન્દ્ર મોદી યુકેના ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સની શરૂઆતમાં ભાગ લેશે. આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બ્રિટન જઈ રહ્યા છે.

પીએમની આ મુલાકાત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઇટાલીમાં જી -20 સમિટમાં તેમની ભાગીદારી સાથે થશે. જોકે આ પ્રવાસો અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

બ્રિટનની મુલાકાત પહેલા વડાપ્રધાન G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી જશે. જી -20 સમિટ 30-31 ઓક્ટોબરના રોજ રોમમાં યોજાઈ રહી છે. જી -20 સમિટ બાદ તેઓ બ્રિટન જવા રવાના થશે. કોરોના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ત્રીજો વિદેશ પ્રવાસ હશે.

માર્ચમાં તેઓ બાંગ્લાદેશની આઝાદીની 50 મી વર્ષગાંઠમાં ભાગ લેવા માટે ઢાંકા અને અન્ય સ્થળોએ ગયા હતા. ગયા મહિને અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા, QUAD સમિટમાં ભાગ લીધો હતો.

Your email address will not be published. Required fields are marked *