રાષ્ટ્રપતિ પદ માટે મોદીની પસંદગી રાજનાથસિંહઃ દાયકાથી વધુ સમયનો સાથ

| Updated: May 23, 2022 3:39 pm

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જુલાઈમાં નિવૃત્ત થવાના છે ત્યારે મોદી તેમના સ્થાને રાજનાથસિંહને બેસાડવા આતુર છે. મોદી આ રીતે એક કાંકરે બે પક્ષી મારવા માંગે છે. એક તો તેઓ રાજનાથસિંહને અત્યાર સુધીની વફાદારીનું ઇનામ આપવા માંગે છે, બીજું રાષ્ટ્રપતિ થવાની સાથે તેમની રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે અને ત્રીજું આગામી લોકસભા ચૂંટણીમાં રાજનાથસિંહને જોડે રાખીને ઉત્તરપ્રદેશમાં વધુને વધુ બેઠકો જીતવાનો કારસો છે.

તેના લીધે ભાજપમાં હાલમાં રાષ્ટ્રપતિ પદ માટે રાજનાથસિંહને એકદમ યોગ્ય માનવામાં આવે છે. મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં વિપક્ષને સાવ હાંસિયે ધકેલી દેવા માટે રાજનાથસિંહનો ઉપયોગ કરવા માંગે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે. તેથી ભાજપ આગામી મહિને રાજનાથસિંહની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરે તો પણ કોઈને આશ્ચ્રર્ય નહી થાય. હાલમાં તો રાષ્ટ્રપતિ પદની રેસમાં વેન્કૈયા નાયડુ અને રાજનાથસિંહ બે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો કે હાલમાં રાજનાથસિંહનું પલ્લુ મની રહ્યો છે.

જો કે મોદી આદિવાસી ઉમેદવારને પણ મેદાનમં ઉતારી શકે છે. આ સંભાવનાઓનો ઇન્કાર થઈ શકે નહનહી. હવે જો આદિવાસી ઉમેદવાર પર વાત જાય તો કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, જુઅલ ઓરમ, ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રુપદ મૂર્મુ તથા છત્તીસગઢના રાજ્યપાલ અનસૂયા ઉઇકે વગેરે નામોની ચર્ચા ચાલી રહી છે. પણ રાજનાથ 2014ની ચૂંટણી પહેલાથી સતત મોદી સાથે રહ્યા છે.  તેથી હવે મોદી તેમને માનભેર વિદાય આપવા માંગે છે.

રાજકારણમાંથી માનભેર વિદાય બહુ ઓછા લોકોને મળે છે. હવે રાજનાથસિંહને આ વિદાય ગમે ત્યારે મળી શકે છે. તેની સાથે ઉત્તરપ્રદેશની ચૂંટણી જીતવા માટેનો મસાલો પણ તૈયાર મળી જશે. તેના પછી રાજનાથને પણ વિદાય કરી દેવા હોય તો તેમનો વિદાય સમારંભ ગોઠવાઈ જશે. તેનાથી વિપરીત તેમને યુપીના રાજકારણમાં પણ તેનો ફાયદો મળશે..

Your email address will not be published.