ટીએમસીની મોઇત્રાની વિવાદાસ્પદ ટિપ્પણીઃ મારા માટે મા કાલી માસ-મદિરાનું સેવન કરતી દેવી

| Updated: July 6, 2022 5:07 pm

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની સાંસદ મહુઆ મોઇત્રાએ તેમ કહીને વિવાદ છેડ્યો છે કે દરેકને તે કલ્પના કરવાનો અધિકાર છે કે તે કાલીને માસ અને મદિરા આરોગતી દેવી તરીકે જુએ. દરેક જણને દેવને તેની રીતે પૂજા કરવાનો કે દેવીને તેની રીતે જોવાનો અધિકાર છે.

મોઇત્રાની આ ટિપ્પણીના પગલે ભાજપ તરત જ મેદાનમાં આવી ગયું છે અને તેણે આકરી ટીકા કરતા પૂછયું છે કે શું આ પક્ષનું સત્તાવાર વલણ છે. શું પશ્ચિમ બંગાળનો શાસક પક્ષ હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરે છે. જો કે ટીએમસીએ મોઇત્રાની આ વિવાદાસ્પદ ટિપ્પણી સાથે અંતર જાળવતા તેની ટીકા કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 572 કેસ, અમદાવાદમાં 249 લોકો પોઝિટિવ

મોઇત્રાએ જણાવ્યું હતું કે જો તમે ભૂતાન કે સિક્કીમ જાવ તો તેઓ તેમના ઇશ્વરની પૂજા કરવા તેમને વ્હિસ્કીનો ભોગ ધરાવે છે. હવે જો તમે ઉત્તરપ્રદેશ જાવ અને કહો કે ઇશ્વરને પ્રસાદ તરીકે વ્હિસ્કી આપશો તો તેઓ કહેશે કે તમે ઇશ્વરની નિંદા કરો છો.

મોઇત્રાએ જણાવ્યું હતું કે લોકોને અધિકાર છે કે તેઓ પોતાના દેવ કે દેવીને તે ઇચ્છે તે રીતે જુએ. મારા માટે તો દેવી કાલી તે માસ અને મદિરાનું સેવન કરતી દેવી છે. જો તમે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મહત્વની શક્તિપીઠ તારાપીઠ ખાતે જાવ તો તમે ત્યાં સાધુઓને ધૂ્મ્રપાન કરતા જોઈ શકશો. આમ હિંદુઇઝમમાં કાલીપૂજાની જે રીતની વાત છે તેમા તમે કાલીને જે રીતે જોવા ઇચ્છો તે રીતે જોઈ શકો છો. તે દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે.

મોઇત્રાને જ્યારે મા કાલીના ધૂમ્રપાન કરતી તસ્વીરના ફિલ્મ પોસ્ટર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ વાત કહી હતી. મોઇત્રાએ જણાવ્યું હતું કે ઇશ્વરની જે રીતે કલ્પના કરવાની તમારી સ્વતંત્રતા છે તે જ રીતે તે સ્વતંત્રતા મારી પણ છે. જૂઠુ બોલવાથી તમે સારા હિંદુ ન બની શકો. હું કોઈપણ ફિલ્મ કે કોઈપણ પ્રકારના પોસ્ટરનું સમર્થન કરતી નથી. તમારે આ વાત સારી રીતે સમજવી હોય તો બંગાળમાં તારાપીઠની શક્તિપીઠની મુલાકાત લો અને તેમને કયા પ્રકારનો આહાર અને પીણુ ભોગ તરીકે ઓફર કરવામાં આવે છે તે જુઓ.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજીએ આ અંગે અંતર જાળવ્યું હતું અને તેની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી.  

Your email address will not be published.